અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ છે. આ રાત્રિ કરફયૂ 7 તારીખ સુધી જાહેર કરાયેલો છે. જેથી આવતીકાલે આ કરફયૂનો અંતિમ દિવસ છે. જો કે આ કરફયૂ અંગે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સુત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્યના મોટા શહેરોમાં 21 ડિસેમ્બર સુધી રાત્રિ કરફયૂ લંબાઇ શકે છે. જેમાં કરફયૂનો સમય રાત્રિના 10થી સવારના પાંચ વાગ્યા સુધીનો રખાય તેવી શકયતા છે.