ચીનના આક્રમક વલણથી પરેશાન ઇન્ડોનેશિયા હવે ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકૂ વિમાન ખરીદવા જઈ રહ્યું છે . ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લે એક ઇન્ટરવ્યૂંમાં આ ડીલની પૃષ્ટિ કરતા કહ્યું કે ૩૬ રાફેલ વિમાન વેચવાને લઈને દક્ષિણ પૂર્વી એશિયન દેશ ઇન્ડોનેશિયા સાથે ડીલ ફાઇનલ થઈ છે . લાંબા સમયથી બંને દેશો વચ્ચે રાફેલ વિમાનોના વેચાણને લઈને વાતચીત ચાલી રહી હતી . હવે સાઉથ ચાઇના સી માં ડ્રેગનના યુદ્ધપોતો જ નહીં તેના ફાઇટર જેટ્સ માટે પણ ખતરો વધી જશે . ફ્રાન્સની લા ટ્રિબ્યૂન ફાઇનેંશિયલ વેબસાઇટે પહેલા જ આ ડીલનો ખુલાસો કર્યો હતો . જોકે તે રિપોર્ટમાં ૩૬ના બદલે ૪૮ રાફેલ વિમાનનો ઉલ્લેખ હતો . જેમાં લખ્યું હતું કે જકાર્તા પોતાના રક્ષા સહયોગ વધારવા માટે ફ્રાન્સ સાથે રાફેલ વિમોનાના ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉત્સુક છે . આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષના અંત સુધી રાફેલ વિમાનોની ડીલ પર સમજુતી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી .
ફ્રાન્સ અને ઇન્ડોનેશિયા વચ્ચે રક્ષા સંબંધોની હાલમાં શરૂઆત થઈ હતી . રાફેલ ડીલ પહેલા ૨૦૧૯માં ઇન્ડોનેશિયાના એરફોર્સ માટે આઠની સંખ્યામાં એરબસ હેલીકોપ્ટર એચ૨૨૫એમનો કરાર થયો હતો . નિક્કેઈ એશિયન રિવ્યૂના મતે ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રી પાર્બોવો સુબિઆંતોએ ઓક્ટોબરમાં પેરિસ પ્રવાસ સમયે આ ડીલને લઈને વાતચીત થઈ હતી . ચીન અને ઇન્ડોનેશિયા વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં નાતુના દ્વીપને લઈને વિવાદ છે . સાઉથ ચાઇના સી માં ચીનના વધી રહેલા ખતરાને જોતા ઇન્ડોનેશિયા સતત પોતાની સેનાને મજબૂત કરી રહ્યું છે .