હાલ માં પુરા દેશ માં જે વાત ચાલી રહી છે તે છે ખેડૂત આંદોલન

હાલ માં પુરા દેશ માં જે વાત ચાલી રહી છે તે છે ખેડૂત આંદોલનની ઘણા લોકો આને રાજકીય આંદોલન, સી.એ.એ. ૨ વગેરે ઉપનામો આપી રહ્યા છે પરંતુ આજે આપણે વાત કરવી છે કે હકીકત શુ છે શુ ખેડૂતો એમ નેમ જ પોતાના ઘર બાર છોડી ને આવી કાતિલ ઠંડી માં દિલ્હી માં ટ્રકો માં રહેવા આવી ગયા છે શુ આ ખેડૂતો ને પોલીસ ના ડંડા અને પાણી મારો સહન કરવા માં મજા આવે છે અત્રે આપણે આ તમામ વાતો ની વિસ્તૃત માં ચર્ચા કરશુ, અહીં એક વાત હું સપષ્ટ કરી દેવા માંગુ છું કે ભારતીય કિશાન સંઘ એ પણ આ કાયદા નો વિરોધ કર્યો હતો.

આમાં એવું બતાવવા માં આવે છે કે ભારત નો ખેડૂત આ કાયદા ના અમલીકરણ પછી આખા ભારત માં પોતાનો માલ વહેંચી શકશે, તો આમાં નવું શુ આવ્યું એ મને ન ધ્યાન માં આવ્યું કેમકે પેલા પણ આપણે મહારાષ્ટ્ર ની રત્નાગીરી કેરી ખાતા જ હતા અને મહારાષ્ટ્ર માં પણ ગીર ની કેસર કેરી ખાવાતી જ હતી. આ બિલ માં એક એવી વાત કરવા માં આવી છે કે જેમ માર્કેટિંગ યાર્ડ માં અત્યાર સુધી ખેડૂતો પોતાનો પાક વહેંચતા હતા એવી જ રીતે હવે ખેડૂત સીધું કંપની અને કોર્પોરેટ ને પોતાનો પાક વહેંચશે અને કારણ એ આપવા માં આવે છે કે જે માર્કેટિંગ યાર્ડ માં દલાલી લાગતી હતી તે હવે દલાલી નહીં લાગે એની બચત થશે પણ આમાં મોટો પ્રસ્ન એ થશે કે શરૂઆત ના ધોરણે ખેડૂત ને જે દલાલી બચે છે એનો ફાયદો તો હર એક ખેડૂત લેશે પણ જો આવી સીધી રીતે જ વહેંચવા લાગશે બધૂ તો પછી એ.પી.એમ.સી ની આવક શું રહેશે? અને જો એની આવક જ બંધ થઇ જશે તો ભવિષ્ય માં એવુ પણ બને કે માર્કેટિંગ યાર્ડ બંધ કરવા પડે અને જો માર્કેટિંગ યાર્ડ બંધ થાય તો પછી ખેડૂતો ને ફરજીયાત પણે આવા કોર્પોરેટ પાસે જ વહેંચવા આવુ પડે, આમાં મોટો ખેડૂત હોય તો એ તો ભાવતાલ કરી શકે પણ નાનો ખેડૂત હશે તો એ કઈ રીતે ભાવતાલ કરશે કેમ કે એના માટે તો એ શક્ય જ નથી ક્યાં મોટી કંપની અને ક્યાં આ ખેડૂત અને એક સર્વે પ્રમાણે ભારત ના ૮૦% થી પણ વધારે ખેડૂતો પાસે ૨ એકર થી ઓછી જમીન છે. માર્કેટિંગ યાર્ડ બંધ થઇ જશે એવી શંકા સાવ પાયા વિનાની નથી આપણી પાસે બી.એસ.એન.એલ નુ ઉદાહરણ છે જ જયારે પ્રધાનમંત્રી જીઓ ના ઉદ્ઘાટન માં આવ્યા હતા ત્યારે પણ તેમણે કહેલું કે જીઓ ના આવવા થી બી.એસ.એન.એલ ને ફેર નહીં પડે અને અત્યારે આપણે આ પરિસ્થિતિ જોઈએ જ છીએ બી.એસ.એન.એલ. ની આમાં બીજી તકલીફ એ પણ છે કે જો માર્કેટિંગ યાર્ડ ની સિસ્ટમ બંધ થશે તો જે માર્કેટિંગ યાર્ડ ના ધંધા થી સંકળાયેલ લોકો હશે જેમ કઈ દલાલો, મજૂરો, ત્યાં ના એકાઉન્ટન્ટ એ બધા ને થોડી જાજી અસર તો થશે જ થશે એના ધંધા ક્યાંક તો ધીમા પડશે જ.
બીજું બિલ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર નુ તો એમાં એવુ બતાવવા માં આવ્યું છે કે ખેડૂત ને પોતાના પાક માંથી થનારી આવક પહેલે થી જ ખબર હશે એને પૂરતો ભાવ મળી રહેશે બજાર તૂટી ગઈ હશે તો પણ એને તો પૂરતો ભાવ મળી શકશે આ વાતો ઓન પેપર બહુ જ સારી લાગે પણ મોટી મોટી જાયન્ટ કંપનીઓ અને મોટા મોટા કોર્પોરેટ આમાં આવશે તો શુ ખેડૂતો ખાટી ને જશે ?? શુ માર્કેટિંગ યાર્ડ નુ મહત્વ ઘટી ગયા પછી મોટા કોર્પોરેટ ખેડૂતો ને પૂરતા ભાવ આપશે એની શું ગેરેન્ટી ? આમાં ખેડૂતો ની એક માંગ છે કે કોન્ટ્રાકટ ના કાયદા માં ટેકા ના ભાવ ને જોડી દેવામાં આવે તો એના લીધે ખેડૂતો ને પણ ચિંતા નહીં પણ જોયે સરકાર આમાં શુ પગલાં લેશે.

ત્રીજા કાયદામાં વાત કરવા માં આવી છે એ એવી છે કે ઘણી બધી કોમોડીટી માં સરકાર માર્યાદિત સ્ટોક કરવા ની પરવાનગી આપતી હતી પરંતુ આ કાયદા માં ફેરફાર કરી ને સરકારએ ઘણી બધી જણસ આ લિસ્ટ માંથી બાકાત કરી નાખી તો એનો સીધો લાભ મોટા સ્ટોકિસ્ટો અને મોટા વેપારીઓ ને થશે આ એક આર્ટિફિશ્યિલ ભાવવધારો ઉભો કરવામાં મદદરૂપ થશે.

અહીં ઘણા એવી દલીલો આપે કે આ પંજાબ અને હરિયાણા ના ખેડૂતોને જ આની સાથે તકલીફ છે પરંતુ હકીકત એ છે કે આખા દેશ ના ખેડૂતો ની આ મન ની વાત છે કે તેને ટેકા ના ભાવ ફક્ત કાગળ પર નથી જોતા એને એ ભાવ બજાર માં પણ એને મળે એવુ તે ઈચ્છે છે અહીં ઉમાશંકર ની કવિતા ની એક નાની પંકતિ યાદ આવે કે,


કોટિક જીભ ફેલતો ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે
પણ અહીં પ્રશ્ર્ન એ પણ થાય કે શુ આ કાયદાઓ પાછા ખેંચી લેવાથી ખેડૂતોની સ્થિતિ સુધરી જશે ? તો એનો જવાબ આવે ના કેમ કે ભારત ના ખેતી ક્ષેત્ર માં ઘણા બધા સુધારા વધારા કરવા ની જરૂર છે અને આ સુધારા વધારા સરકાર ના હાથ થી જ થાય એ જ બધા માટે હિતાવહ છે નહિ કે પ્રાયવેટ કંપની કે કોર્પોરેટ થી.