રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં ૨૩ લોકો સામે નોંધાયો ગુનો

વડોદરા,વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે ૨૩ લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમા ૨૦ આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદી બની પથ્થરમારો અને તોડફોડ કરનારા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી. જો કે, તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.એક તરફ રમઝાન ચાલી રહ્યા છે.

બીજી તરફ રામનવમીની શોભાયાત્રા થવાની ત્યારે પુરતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.જેથી ઘર્ષણ વખતે જ પોલીસે મોરચો સંભાળી લીધો.ગણતરીની મિનિટોમાં જ તોફાની ટોળાઓને વિખેરી દેવાયા હતા.પોલીસે પણ લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી છે.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્ર્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો છે. વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા બાદ બીજા દિવસે શાંતિ જણાઈ છે. બજારોમાં દુકાનો પણ રાબેતા મુજબ ખુલી છે.