જસદણના વાજસુરપરામાં રહેતી ૧૩ વર્ષની બાળા પર બે નરાધમનું દુષ્કર્મ

રાજકોટ,મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની ૧૩ વર્ષીય બાળાને આટકોટના બે નરાધમએ બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતાં બન્ને પર ફીટકાર વરસ્યો છે. આ બન્ને શખ્સએ ૧૫ દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઇ બળજબરી કરી હોવાની કેફિયત પીડિતાએ આપી હતી.

બાળા તેના માતા-પિતા સાથે આટકોટમાં મકાનના બાંધકામ માટે મજૂરીકામે ગયા હતા. ત્યારે ગત શનિવારે સાંજના ૪ વાગ્યા આસપાસ બાળા જાજરૂ માટે ગઇ ત્યારે તેને બે અજાણ્યા શખ્સોએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયા હતા અને બળજબરી કરી હતી.

જો કે બાદમાં બન્ને હવસખોરએ બાળાને આટકોટની બાયપાસ ચોકડી પાસે ઉતારી દઈ તેને અને તેના માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને બન્ને નાસી ગયા હતા. આથી બાળાએ ડરના માર્યા કોઇને જાણ કરી ન હતી એવામાં ગત શનિવારે બીજી વખત તે બન્ને શખ્સએ તેની સાથે દુષ્કર્મ કરતાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને સઘળી બીનાથી માતા પિતાને વાકેફ કર્યા હતા. બાળાને સારવાર માટે જસદણ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી હતી.

બાળાના પિતાએ અત્યંત વ્યથિત શબ્દોમા જણાવ્યું હતું કે હું મજૂરીકામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. ગયા શનિવારે મારી દીકરીને બે જણા બાઈકમાં બેસાડી ઉપાડી ગયા હતા. એ બન્ને જણા આટકોટના હોવાનું મારી દીકરી કહી રહી છે. મારે સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. જેમાં આ સૌથી મોટી છે.

ડો.રાકેશ મૈત્રી, સિવિલ હોસ્પિટલના અધિક્ષક. અમે તેને કલાકો સુધી ગોત્યા બાદ તે આટકોટ ચોકડી પાસેથી મળી આવી હતી. અમને રડતાં રડતાં બાળકીએ સઘળી હકિક્ત કહી હતી કે બે જણાએ મારી સાથે ગલત કામ કર્યું છે. એ બન્નેએ મારી દીકરીને ધમકી આપી હતી કે તું તારા પપ્પાને કે પોલીસવાળાને કશું ન કહેતી, નહિતર તમને બધાને મારી નાખીશું. છેલ્લે એણે એમ પણ ધમકી આપી કે હવે તારી માંને પણ ઉપાડવાની છે!

અત્યારે સાંજે તે બાળકીના પિતા તેની બાળકીને લઈને અહી સારવાર માટે આવ્યા છે. એ લોકોનું એવું કહેવું છે કે બે દિવસ પહેલાં દુષ્કર્મ થયું છે. અમે હાલ તે બાળકીને પ્રાથમિક સારવાર આપી છે અને આ અંગે અમે જસદણ પોલીસને જાણ કરી દીધી છે. મહિલા પોલીસ આવે અને લેખિતમાં આપશે પછી અમે તેના રીપોર્ટ કરવા સહિતની આગળની કાર્યવાહી કરીશું.