- હાલમાં ભુરાવાવ થી ભામૈયા સુધી વૃક્ષ છેદન કરાઈ રહ્યું છે
- વૃક્ષ છેદનના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવી રહ્યો છે.
- વીજ પુરવઠો બંધ કરવાના કારણે પાણીનો જથ્થો સમયસર પહોંચતો નથી.
- સમયસર પાણીનો જથ્થો નહિ પહોંચવાના કારણે ભરશિયાળામાં પાણીનો દુકાળ.
- નગર પાલિકાની જાહેરાત વિના એકાએક પાણી બંધ કરવાની નીતિ સામે વિરોધ.
- છેલ્લા બે દિવસથી પાણીની તંગીથી રઝળતા ગોધરાવાસીઓ.
ગોધરા,
ગોધરા નગરપાલિકાની પાણીની વ્યવસ્થા અવરનવર વિવાદોમા ધસાઈ રહી છે. છેક નર્મદા યોજનાથી ગોધરા શહેરને પહોંચતી યોજનાને વચ્ચે આવતું ભામૈયા ગામ વચ્ચે નગરપાલિકા હસ્તકનો પાણી પુરવઠા યોજના ચાલતી હતી. પરંતુ હાલમાં છેક ગોધરા પ્રવેશ દ્વારા ગણાતા ભુરાવાવ થી છેક ભામૈયા સુધીના રસ્તા વચ્ચે આવતા વૃક્ષોનું છેદન કરવા માટે વિજળી પુરવઠો બંધ કરવામાં આવતાં આશરે ૧.૫ લાખ વસ્તીને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. નગરપાલિકા દ્વારા પાણી પુરુ પાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા આજે અનેક લોકો પાણી વિના ભરશિયાળામાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. જો નગરપાલિકા એ વ્યવસ્થા કરી હોત તો ભરશિયાળામાં પાણીની સમસ્યા સર્જાઈ ન હોત.
પંચમહાલ જીલ્લાનું વડુ મથક ગણાતા ગોધરા શહેર એક આગવું સ્થાન ધરાવે છે. ગોધરા શહેરની પંચમહાલ જીલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતું નગર છે અને આશરે ૧.૫ લાખની વસ્તી ધરાવે છે. જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા યોજના આધારીત ઘર ઘર નળ કનેકશન પુરુ પાડવાની યોજના અમલમાં મુકતા તમામે લાભ લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં નર્મદા યોજના આધારીત પાણી પુરવઠા યોજના હેઠળ ઘરે ઘરે પાણી પુરવઠો આપવામાં આવતા મહિલાઓ સહિતના લોકો રાહતનો દમ લીધો હતો. પરંતુ અચાનક ભામૈયા થી છેક ભુરાવાવ સુધી આશરે બે કિ.મી.નો રસ્તા પાસેથી પાણીની પાઈપ લાઈન પસાર થઈ રહી છે. કોઈપણ આગોતરી જાણકારી વિના એકાએક તંત્ર દ્વારા ભુરાવાવ થી ભામૈયા સુધીની રસ્તાની કામગીરી તેમાંય રસ્તાને નડતરપ વૃક્ષોનું છેદન કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાં પર્યાવરણ પે્રમી આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. છેલ્લા ૩ દિવસથી રસ્તો પહોળો કરવા અને વૃક્ષ છેદન કરવાની પ્રવૃતિ વચ્ચે લાઈટ બંધ કરવામાં આવતા ગોધરા શહેરમાં આશરે રોજીંદા સવાર સાંજ પાણી પુરવઠો પહોંચાડતી યોજનાઓને ઘકકો પહોંચ્યો હતો. કોઈપણ જાતની આગોતરી જાણકારી વિના ગોધરા નગરપાલિકા દ્વારા એકાએક કામગીરી હાથ ઘરવામાં આવતાં પાણી મેળવવા માટે ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમા મહિલાઓ લાઈનમાં ઉભા રહ્યા હતા. લાઈનમાં ઉભા રહેવા છતાં પાણી ન મળતાં તેઓને આમતેમ ભટકવું પડયું હતું. ભરશિયાળામાં પાણીની સમસ્યાનો સામનો કરતાં આવા અનેક નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી પંચમહાલ જીલ્લાની મોટામાં મોટી ગોધરા નગર પાલિકા ગણાય છે. અને ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વસતા અને પાણીનું જોડાણ ધરાવતા નાગરિકોને નિયમ પ્રમાણે પાણી પુરુંું પહોંચાડવાની જવાબદારી ગોધરા નગરપાલિકાની હોવા છતાં કેમ જાણે કેમ ભ્રષ્ટ આચરણ કરાઈ રહયંું છે. આવા સમયે ગોધરા નગરપાલિકા એ વૈકલ્પિક વ્યવસ્થા પુરું પાડીને ટેન્કર દોડાવીને સમયસર આવા પાણીથી વંચિત ગોધરા શહેરના વિવિધ વિસ્તારોને સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ. પરંતુ જો ગોધરા જ નગરપાલિકા ભ્રષ્ટ હોય તો ૧.૫ લાખની વસ્તીને કઈ રીતે પાણીની સુવિધા પુરી પાડશે અને સમયસર નર્મદા યોજનાને નાણાંકીય વેરો ભરી શકશે.
નગરપાલિકાએ રાહતમાં લાભ નહી અપાતાં અનેક પરિવારો મુશ્કેલીમાં
ગોધરા નગરમાં આવેલી આશરે ૧.૫૦ લાખની વસ્તી નિયમ પ્રમાણે ગોધરા નગરપાલિકાને પાણી વેરાથી લઇને સફાઇ વેરો ચૂકવે છે. ગોધરા શહેરમાં સૌથી ગરીબ વસ્તી હોવા છતાં અરજદાર તરીકે ઉછીના પાછીના કરીને પોતાની લાજ સાચવવા માટે ઉછીના પાછીના કરીને પાલીકાને રકમ ભરપાઇ કરીને નગરપાલિકાની સફાઇ લઇને પાણીની સુવિધા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવા કોરોના ટાઇમે ગોધરા નગરપાલિકાએ આવા બેરોજગાર પરિવારો સામે કોઇ પણ પ્રકારની રાહત આપવાના બદલે ચોખ્ખી રકમ વસુલવામાં આવતાં અનેક પરિવારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.
પાણી ન અપાતાં નગરપાલિકાને પ્રશ્ર્નો પુછતા મહિલાઓ…
ગોધરા નગરપાલિકાએ સમયસર પાણી પહોંચાડવાની સુવિધા આપવાની ફરજ છે. તેની સામે સમયસર નિયમિત વેરો પણ આપવામાં આવે છે છતાંય આવા ભરશિયાળામાં સમયસર પાણી પુ પાડવાની કામગીરીમાં નગરપાલિકા છુપી રાજનીતિ રમી રહ્યું છે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવનાર છે અને સમગ્ર ગોધરા શહેરમાં આવતી ૧.૫૦ લાખની વસ્તિની ચુંટણી થનાર હોવાને લઇને પણ રાજકિય ગરમાવો વ્યાપી રહ્યો છે. લોકો દ્વારા સમયસર પાણીની સુવિધા આપવાની માંગણી છતાં કેમ ન આપવામાં અવતાં ગોધરા નગરપાલિકાની પાણી સમિતિને પ્રશ્ર્ન પુછી રહ્યાં છે.