કાઠમાંડૂ,નેપાળમાં વિકાસના નામે થતી આ કામગીરી પર ભારતીય એજન્સીઓની ચાંપતી નજર છે. સરહદી વિસ્તારોમાં ટેક્નિકલ મોનિટરિંગને એસએસબી દ્વારા વધુ સઘન કરી રહ્યું છે. ડેટા બેઝ સોટવેર દ્વારા એને વધુ મજબૂત કરવાની યોજના છે. ખુલ્લી સરહદના સંવેદનશીલ વિસ્તારોમાં ટૂંકમાં મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા અને લાઇટ્સ લગાવાશે. આ સાથે જ ડ્રોનથી નજર રાખવાની પણ યોજના છે. રેડિયોના માધ્યમથી ચીનના દુષ્પ્રચાર વિરુદ્ધ સમગ્ર પ્લાન તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ચીન નેપાળી મીડિયા તથા રેડિયોના માધ્યમથી નેપાળમાં ભારતવિરોધી અપ્રચાર કરી રહ્યું છે. નેપાળ-ભારત વચ્ચે ગાઢ પારિવારિક સંબંધો છે. આ અંગે વાત કરવા માટે ભારતીય સીમામાં કેટલાંક એફએમ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ જાણકારી એસએસબીના ડીઆઇજી એસ.કે. સારંગીએ આપી હતી. પશ્ર્ચિમ ચંપારણમાં નેપાળ સાથે જોડાયેલી આશરે ૧૨૦ કિમી ખુલ્લી સરહદ છે.
નેપાળના બૂટવેલથી નારાયણ ઘાટ સુધી બની રહેલા ફોરલેન રસ્તા પર ચીનની બાંધકામ કંપનીનાં બોર્ડ લાગ્યાં છે. ભારતીય સરહદથી આ માત્ર ૨૫ કિમી દૂરની જગ્યા છે. અહીંથી આગળ ટૂ-લેન રસ્તો ભારતીય સરહદ સાથે જોડાયેલો છે.
આ ગંડક નદી પર બની રહેલા પુલનો પિલર છે. અહીં ઝૂલતો પુલ બનાવવામાં આવશે. આ પુલ સુસ્તા ગામ સુધી પહોંચાડશે. સુસ્તા ભારતનો હિસ્સો છે, પણ હવે નેપાળ આ ગામ પર પોતાનો દાવો કરે છે. નેપાળના બૂટવેલથી નારાયણ ઘાટ સુધી બની રહેલા ફોરલેન રસ્તા પર ચીનની બાંધકામ કંપનીનાં બોર્ડ લાગ્યાં છે. ભારતીય સરહદથી આ માત્ર ૨૫ કિમી દૂરની જગ્યા છે. અહીંથી આગળ ટૂ-લેન રસ્તો ભારતીય સરહદ સાથે જોડાયેલો છે.
નેપાળની અંદર ચીનની ગતિવિધિ અસામાન્ય છે. ચંપારણના વાલ્મિકીનગરથી માત્ર ૨૫ કિમીના અંતરે ફોરલેન રસ્તો બની રહ્યો છે. આશરે ૧૨૫ કિમી લાંબો આ રસ્તો બૂટવલથી નારાયણ ઘાટ સુધીનો છે. બીજી તરફ બરદઘાટથી વિવાદાસ્પદ સુસ્તા ગામને જોડતા ગંડક નદીના પુલનું નિર્માણ ચાલી રહ્યું છે. ઝૂલતો પુલ માટે નદીમાં ૧૨ પિલર નાખી દેવામાં આવ્યાં છે. આ બાબત એટલા માટે સંવેદનશીલ છે કારણ કે બૂટવલથી નારાયણ ઘાટ સુધીનો ફોરલેન રસ્તો સીધો ચીન સાથે જોડાયેલો છે. એ કાઠમંડુના રસ્તે નિજગઢ થઈને ચીનની સરહદ સુર્ખેત સુધી જાય છે.