બીજી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓને સામુહિક રીતે સીપીઆર ની ટ્રેનિંગ આપવામાં આવશે

ગોધરા,કોરોના કાળ બાદ અચાનક હાર્ટ એટેક આવવાના અને યુવા વયના લોકોનાં અચાનક મોત થઇ જવાનાં બનાવોમાં ખુબજ વધારો થયો છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટી ની ડોક્ટર સેલ પાંખ દ્વારા રિસર્ચ કરવાનુ શરૂ કરાયું છે અને અચાનક બનતા કાર્ડીયક એરેસ્ટના બનાવોમાં મોતને ભેટતા લોકોને બચાવવાં માટે સીપીઆર આપવાની ટ્રેનિંગ આપવા નક્કી કરાયું છે. જેમાં પંચમહાલ જિલ્લા માં મેડિકલ કોલેજ છબનપૂર ખાતે 10 ડોક્ટર ની ટીમ આવનાર 2 બીજી એપ્રિલ નારોજ સવાર થી જ તાલુકા પ્રમાણે ભાજપ કાર્યકર્તાઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવનાર છે.

આગામી સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમના આયોજન માટે એક મિટિંગ ગોધરા ગદૂકપૂર કમલમ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ તમામ ધારાસભ્ય સી.કે.રાઉલજી, જયદ્રથ સિંહ પરમાર, નિમીષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, મંડલ પ્રમુખ હાજર રહ્યા હતા.