ગોધરા,ગોધરા ભુરાવાવ સંસ્કાર નગરીમાં આવેલ બંધ મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી બેઠક રૂમમાં રાખેલ તિજોરી માંથી કિંમત 1,98,800/-રૂપીયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોેંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ભુરાવાવ સંસ્કાર નગરીમાં ધર નં.17 માં રહેતા દેવેન્દ્રકુમાર સરદારસિંહ બારીયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળું તોડી લાકડાના દરવાજાનું તાળું તોડી બેઠક રૂમમાં રાખેલ તિજોરી માંથી સોના-ચાંદીના દાગીના કિંમત 1,98,800/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.