ગોધરા,ગોધરા તાલુકાના ટીંબા પેટે ચરારી ભમરાના મુવાડા ગામે રહેતા ફરિયાદ સાથે આરોપીએ જમીનનો સોદો કરી એડવાન્સમાં 1 કરોડ 75 લાખનો પીડીસી બેંકના ચેક આપી વિશ્ર્વાસમાં લઈ સાધુ મહાત્માનો કોલ ફરીયાદીની ફન્ટી થાર ગાડી કિંમત 9,00,000/-રૂપીયા વાપરવાના બહાને લઈ જઈ પરત નહિ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ટીંબા પેટે ચરારી ભમરાના મુવાડા ગામે રહેતા રયજીભાઈ લક્ષ્મણભાઈ પરમાર સાથે આરોપી પ્રદિપસિંહ પોપટજી જાડેજા (રહે. જોટવાડા તા.તાજપુર, રાજસ્થાન) એ રયજીભાઈની જમીનનો મૌખિક રીતે જમીનનો સોદો કરી અને એડવાન્સમાં 1 કરોડ 75 લાખ રૂપીયાના પીડીસી બેંકના ચેક આપી પૈસાદાર સાધુ મહાત્મા હોવાના દંભ કરી રયજીભાઈને વિશ્ર્વાસમાં લઈ મહિન્દ્રા કં5નીની થાર ગાડી નંબર જીજે.18.બીએન.8055 કિંમત 9,000,000/-રૂપીયા બે દિવસ વાપરવાના બહારે લઈ જઈ ગાડી પરત નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગુન્હો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવ પામી છે.