ગોધરા,સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોધરા તાલુકામાં બાયોગેસ પ્લાન માટે કુલ-200 લાભાર્થીઓને લાભ આપવાની થાય છે. જે આણંદ ડેરી (એન.ડી.ડી.બી) દ્વારા બનાવી આપવામાં આવે છે. જેના માટે લાભાર્થીઓ પાસેથી 5,000/-રૂપીયા લોકફાળા તરીકે લેવામાં આવે છે. જેની સામે લાભાર્થીઓને ગેસની સગડી, લાઈટર, મોટર વગેરે આપવામાં આવે છે.
ગોધરા તાલુકામાં 200 બાયોગેસ પ્લાન્ટના લાભાર્થીઓમાંથી 127 લાભાર્થીઓના ધરે ગેસ ચાલુ થઈ ગયેલ છે અને તેઓ ગેસનો ઉપયોગ કરી ખુશી અનુભવે છે. જ્યારે બાકીના 73 લાભાર્થીઓને હવે શરૂ કરી આપવામાં આવશે. બાયોગેસ પ્લાન્ટ (ગોબર ગેસ) મળ્યા બાદ લોકોને આર્થિક બચત થાય છે. તેમજ પોતાના પશુધનના છાણ અને મળમૂત્રનો યોગ્ય ઉપયોગ કરી ખેતરમાં પણ છાણીયું ખાતર વાપરી શકાય છે. આમ, ગોધરા તાલુકાના એસ.બી.એમ.-જી ના સ્ટાફ દ્વારા સતત પ્રયાસો કરી લોકો સુધી આ સુવિધાઓ પહોંચાડી છે અને બીજા બાકીના લાભાર્થીઓ પણ આ યોજનાનો લાભ લે તે માટે સતત પ્રયાસ કરતા રહેશે.