દાહોદ જિલ્લાના દે.બારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે ગેરકાયદેસર રીતે થતા બાંધકામ : જવાબદાર તંત્રની ચુપકિદી

  • બે માળના બાંધકામ માટે પંચાયતની મંજૂરી છતાંય ત્રણ માળ થી ઉપર સુધીનું થતું બાંધકામ.
  • નગરનિયોજકના નકશા કેટલા પરમિશનમાં લેવામાં આવ્યા તે તપાસનો વિષય.

દાહોદ,પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે બજાર વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ પાકા બાંધકામ થઈ રહ્યા છે. સરકારના કાયદા મુજબ કોઇપણ બાંધકામ કરનાર વ્યક્તિએ જે તે ગ્રામપંચાયત, નગર પંચાયત, નગર પાલિકા અથવા મહાનગરની મુખ્ય કચેરીના જવાબદાર અધિકારી પાસેથી જરૂરી કાગળો રજૂ કર્યા પછી બાંધકામ કરવા માટે મંજૂરી લેવા પડતું હોય છે અને આ મંજૂરી માટે જરૂરી કાગળો અપૂરતા હોય ત્યારે મંજૂરી મળવા પાત્ર હોતી નથી. ગ્રામપંચાયત બે માળ સુધી બાંધકામનું પરમિશન આપી શકે ત્યારે પીપલોદ બજારમાં ત્રણ માળના બાંધકામ થઈ રહ્યા હોવા છતાંય કોઈ નોટિસ કેમ અપાતી નથી..??.

ખાનગી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામપંચાયત વિસ્તારમાં પાકું બાંધકામ કરવા મંજૂરી મેળવવા માટે નગરનિયોજકના નકશાની જરૂરિયાત હોતી નથી. ત્યારે પીપલોદ ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષોથી કેટલાય પાકા બાંધકામ થયા જેમાં કેટલાય બાંધકામ એવા પણ હશે કે જે બાંધકામ બિનખેતીની જમીન ઉપર પણ થયા હશે. પીપલોદ બસ્ટેન્ડની સામે વર્ષોથી શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ છે અને આ શોપિંગ સેન્ટરનું બાંધકામ સમયે સરકાર દ્વારા અમુક વર્ષની લીઝ મુદતે જમીન બિનખેતી અને પછી ફરીથી નવેસર પ્રીમિયમ ભરપાઈ થયા પછી જમીન બિનખેતીમાં ગણાશે અને આ મુદત હાલમાં પુરી થઈ ગઈ છે. ત્યારે પંચાયત તંત્ર કેમ કોઈ નોટિસ આપતું નથી. શોપિંગ સેન્ટરમાં દુકાન ધારકો એ આ શોપિંગની જમીન પુન: બિનખેતીમાં ફેરવવા માટે ઉપરી અધિકારીઓને રજુઆત પણ કરી હોવા છતાંય કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી.

પીપલોદ ગ્રામપંચાયત વિસ્તારમાં હાલ સુધીમાં બજારમાં કેટલાય કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા. જેમાં કેટલા બિલ્ડર દ્વારા નગરનિયોજકનો નકશો બાંધકામ પરમિશન માટે રજૂ કરવામાં આવ્યો તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવું જરૂરી છે. હજુપણ ઘણા બાંધકામ પીપલોદ બજારમાં ચાલુ છે, તે બાંધકામોની પણ કાયદેસરની તપાસ થવું જોઈએ કે આ બાંધકામ ખરેખર સાચું છે કે ગેરકાયદેસર થઈ રહ્યું છે.

આમ, દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગ્રામપંચાયત વિસ્તારમાં થયેલા પાકા બાંધકામોના બાંધકામ પરમિશનની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.