ફતેપુરા તાલુકાના ઘાનીખુટ ગામે સરકારી પ્રાથમિક શાળા ધાનીખૂટમાં શાળા આયોજિત ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને શાળાના બાળકોથી એ રંગારંગ કાર્યક્રમ યોજી વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરી.
આ પ્રસંગે ગામના સરપંચ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,વાલી સમુદાય,ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને આંગણવાડીની બહેનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. શાળાના આચાર્ય કલ્પનાબેન રાજભોઈ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તથા ધોરણ-8 ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સ્મૃતિ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે ધોરણ-8માં અભ્યાસ કરીને જનાર બાળકો દ્વારા શાળાના સંસ્મરણો વાગોળી શાળા વ્યવસ્થાપન અને સ્ટાફની પ્રશંસા કરવામાં આવી.. બાળકો દ્વારા એક પાત્રિય અભિનય એક ભારત, શ્રેષ્ઠ ભારત, વ્યસનમુક્તિ, ભ્રુણ હત્યા, ક્ધયાકેળવણી, આદર્શ વિદ્યાર્થી, દેશની મહાન વીરાંગનાઓ વિષય ઉપર વિવિધ કાર્યક્રમ યોજાયો.
ઉપસ્થિત વાલી સમુદાય અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ શાળા દ્વારા થતી અભ્યાસિક અને સહઅભ્યાસિક્ત પ્રવૃતિઓને બિરદાવી શાળાના આચાર્ય અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તમામ બાળકો માટે ભોજન વ્યવસ્થાનું સુંદર આયોજન શાળા દ્વારા થયું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડનાર શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફ ને ઉપસ્થિત મહાનુભવો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થી તાવિયાડ ભાનુમતીબેન અને તાવિયાડ, કાર્તિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સંચાલનના માર્ગદર્શક શિક્ષક સુમનભાઈ પટેલ કાર્યક્રમને સફળ બનાવવા શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. ધોરણ 8ના બાળકોને આશીર્વચન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.