મહિસાગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે સુકા ધાસની અછત ઉભી થશે

લુણાવાડા,મહિસાગર જિલ્લાના ગામડાઓમાં ખેતી અને પશુપાલન જ આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુપાલનના વ્યવસાય સાથે મોટો ખેડુતવર્ગ સંકળાયેલો છે. ત્યારે હાલમાં ઉનાળાના આગમનની સાથે જ સુકા ધાસચારાની અછત વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. સુકા ધાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ પોષણક્ષમ દુધના ભાવો ન મળતા પશુપાલકોને ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

મહિસાગર જિલ્લામાં લોકો ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવતા આવ્યા છે. જિલ્લામાં ગામેગામ અન્ય કામધંધા સાથે લોકોનો પણ પુરક વ્યવસાય પશુપાલન છે. આજે હજારો પરિવાર પશુપાલન થકી દર વર્ષની સરખામણીમાં આ વર્ષે જોઈએ એટલા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં ધાસચારાનો પાક થયો નથી. આવા સંજોગોમાં પશુપાલકોને માગે આગામી દિવસોમાં સુકા ધાસચારાનો પ્રશ્ર્ન જટિલ બનશે તે નકકી છે. શિયાળામાં જ ધાસચારાની તંગી ઉભી થતાં સુકા ધાસચારો ખરીદવા માટે પશુપાલકોએ રઝળપાટ કરવાનો સમય આવ્યો છે. સુકા ધાસના વેપારીઓએ એક ધાસડીનો રૂ.150થી રૂ.200 સુધીનો ભાવવધારો ઝીંકી દીધો છે. જયારે ધવારાના એક ટ્રેકટરના ગયા વર્ષે 9 હજાર હતા. જે આ વર્ષે રૂ.15 હજાર પહોંચતા પશુપાલકો નિરાશ જોવા મળ્યા છે.