બાલાસિનોર,બાલાસિનોર તાલુકાની ધણી પંચાયતના હદ વિસ્તારમાં ગોૈચર તેમજ સરકારી જમીન ઉપર દબાણ વધી ગયુ હોવાનુ દેખાઈ રહ્યુ છે. ત્યારે બાલાસિનોર તાલુકાના જનોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચવટી મેદાન આવેલુ છે. જે મેદાન જનોડ ગામના રમતવીરોને રમવા માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે આર્મી, કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી શારીરિક કસોટીઓની તૈયારીઓ કરવા માટે બનાવવામાં આવ્યુ છે. ત્યારે આ પંચવટી મેદાન ઉપર અમુક તત્વો દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા. થોડાક સમય પહેલા પણ આ દબાણકર્તા વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી હતી. પરંતુ ફરી એક વખત આ પંચવટી મેદાન ઉપર ગેરકાયદે કબ્જો કરી લેવામાં આવ્યો છે. ત્યારે બાલાસિનોર ટીડીઓ દ્વારા વહેલી તકે તપાસ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.