કડી,કડીમાં છેલ્લા ૪૨ વર્ષથી વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય રામનવમી શોભાયાત્રા કડી શહેરમાં નીકળી હતી. જેનું પ્રસ્તાન કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી સાધુ સંતો તેમજ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની અંદર માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું.
૩૦ માર્ચ અને ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ રામનવમીના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. તે જ રીતે કડીમાં છેલ્લા ૪૧ વર્ષથી ધામધૂમપૂર્વક રીતે રામોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. કડી વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા કડીમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૪૧ વર્ષથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે એટલે કે ૪૨માં વર્ષે ૪૨મી ભવ્ય રામનવમીની શોભાયાત્રા કડીના લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી પ્રસ્તાન કરવામાં આવ્યું હતું. જ્યાં ભગવાન રામની આરતી કરીને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીના રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું.
રામનવીના દિવસે કડી નગરમાં જય શ્રી રામના જય ઘોષ સાથે રામલાલ્લા નગર ચર્યાએ નીકળ્યા હતા. જ્યાં ભગવાન શ્રીરામનું ઠેર ઠેર કંકુ ચોખા હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ગજરાજ, ઘોડા, ટ્રેક્ટર, વિવિધ પ્લોટો ભજન મંડળીઓ, ઊંટ લારી આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું. રામ લલ્લા નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા.