બોટાદ,વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. બોટાદ શહેરના મુખ્ય માર્ગો ’જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ શહેરમાં પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં બોટાદ શહેરના મસ્તરામ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા બોટાદ શહેરના ટાવર રોડ, દીનદયાળ ચોક, લીમડા ચોક, શિવાલય મંદિર, રાજપુત ચોરા, ચકલા ગેટ હવેલી ચોકથી મસ્તરામ મંદિર ખાતે પૂર્ણાહુતી કરી.
બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર આજે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલ સાથે જય શ્રી રામના નામ સાથે સમગ્ર રામમય માહોલ જોવા મળ્યો તો હરિભક્તો દ્વારા પણ જય શ્રી રામના નામ સાથે ગગનચુંબી નારો લગાવતા સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેવું જોવા મળ્યુ હતુ.
બોટાદ શહેરમાં રામનવમી નિમિત્તે આજે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં બોટાદ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ મસ્તરામ મંદિર યુવા ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન અને વ્યવસ્થા કરી રામનવમી નિમિત્તે રામલલાની આ શોભાયાત્રાને સફળ બનાવવા ખૂબ મહેનત અને જહેમત ઉઠાવેલી જે અંતર્ગત શાંતીપૂર્ણ માહોલ વચ્ચે રામલલાની શોભાયાત્રા બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી અને મુખ્ય માર્ગો પર લોકો દ્વારા પણ રામનવમી નિમિતની આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લીધો હતો.