ફિલિપાઈન્સમાં ૨૫૦ મુસાફરોને લઈને જતી બોટમાં લાગી આગ,૧૨ લોકોના મોત

ફિલિપાઇન્સ,ફિલિપાઈન્સથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. ફિલિપાઈન્સ ટાપુઓ વચ્ચે લગભગ ૨૫૦ મુસાફરો અને ક્રૂને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો હજુ પણ લાપતા છે. પ્રાંતના ગવર્નરે ગુરુવારે આ માહિતી આપી હતી. બેસિલનના દક્ષિણી ટાપુ પ્રાંતના ગવર્નર જિમ હાટામેને જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યા બાદ ઘણા લોકો ફેરી બોટ માંથી ગભરાઈને ઉપરથી કૂદી પડ્યા હતા.

તેઓને કોસ્ટ ગાર્ડ, નેવી, અન્ય બોટ અને સ્થાનિક માછીમારો દ્વારા દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.હજુ પણ આ શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. ગવર્નરે જણાવ્યું હતું કે ‘એમવી લેડી મેરી જોય ૩’ બોટ પર સવાર મોટાભાગના લોકોને રાતોરાત ઓપરેશન દરમિયાન બચાવી લેવામાં આવ્યા હતા. વિવિધ એજન્સીઓ દ્વારા મૃત્યુઆંક આંકવામાં આવી રહ્યો છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાજ્યપાલે કહ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૩ મુસાફરો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગવર્નર જિમ હેટમેને વાતચીતમાં કહ્યું, ‘આગને કારણે થયેલા હંગામાને કારણે કેટલાક મુસાફરો જાગી ગયા હતા.કેટલાક બોટ માંથી કુદી ગયા હતા.’ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબી જવાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હટામને અહેવાલ આપ્યો કે સળગતી બોટને બેસિલાનના કિનારે ખેંચવામાં આવી હતી.

કેસની તપાસ ચાલી રહી છે. ફિલિપાઇન્સ દ્વીપસમૂહમાં દરિયાઇ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને દૂરના પ્રાંતોમાં, વારંવારના તોફાનો, નબળી જાળવણી નૌકાઓ,સલામતી નિયમોના ઢીલા અમલને કારણે વારંવાર અકસ્માત થાય છે. નોંધપાત્ર રીતે, ડિસેમ્બર ૧૯૮૭ માં, ફેરી ‘ડોના પાઝ’ ઇંધણ ટેક્ધર સાથે અથડાયા પછી ડૂબી ગઈ હતી, જેમાં ૪,૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.