ફતેપુરા નગરમાં રામનવમીની રામયાત્રા પહેલા પોલીસ અને શ્રધ્ધાળુઓ વચ્ચે સમાધાન થતાં હાશકારો

દાહોદ,ફતેપુરા નગરમાં રામનવમી ઉત્સવ પ્રસંગે નીકળનારી રામયાત્રાની શ્રદ્ધાળુઓ દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર પી.એસ.આઈ દ્વારા કરવામાં આવેલા અસભ્ય અને અભદ્ર વર્તનથી રોષે ભરાયેલા શ્રદ્ધાળુઓનો રોષ પારખી સ્થિતિ વણસતી બચાવવા આખારે પોલીસ તંત્રએ નમતું આપી રામજી મંદીર ખાતે એકત્રીત થયેલા ભક્તોને સમજાવવા દોડી આવેલા પોલીસ અધિકારીઓએ સમાધાન કરી વલણ અપનાવી સમજાવટથી મામલો થાળે પડતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ફતેપુરા નગરમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના જન્મ મહોત્સની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે જયશ્રી રામના લખાણવાળા ધજા પતાકાથી નગરને શણગારવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન ફતેપુરા પી.એસ.આઈ જી.કે.ભરવાડે રામનવમીની તૈયારી કરતા લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી અસભ્ય વર્તન કરી ગાળાગલોચ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીઓ આપી નિર્દોષ લોકો પર ખાખીનો રોફ ઝાડતા એક સમયે નગરજનો ડઘાઈ ગયા હતા અને રોષે ભરાયા હતા. આ સંદર્ભે અસભ્ય વર્તન કરનારા ફતેપુરા પી.એસ.આઈ સામે કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી મામલતદારથી લઈ ગૃહવિભાગ સુધી આવેદનપત્ર આવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પી.એસ.આઈ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો ફતેપુરા નગર જડબેસલાક બંધ રાખવાની ચિમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને નગરમાં રામનવમીના ઉત્સવ ટાણે વિવિધ વધુ ન વકરે અને શાંતિમય વાતાવરણમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી થાય તે હેતુથી ખાખીએ નમતુ જોખ્યુ હતું અને ઝાલોદ વિભાગના વિભાગીય પોલીસ અધિકારી પટેલ તેમજ સી.પી.આ રાઠવા તાત્કાલિક ફતેપુરા દોડી આવ્યા હતા અને રામ નવમીના ઉત્સવની જ્યાં તૈયારીઓ ચાલી રહી હતી.