દાહોદ,દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે ટાડોળ ફળિયામાં ઓચિંતી રેડ પાડી રૂપિયા 1.67 લાખ ઉપરાંતની કિંમતના દારૂના જથ્થા સાથે બે ફોરવ્હીલ ગાડી, એક એનફીલ્ડ બુલેટ તથા એક મોટર સાયકલ મળી કુલ રૂા. 7.77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીઆના સીનીટર પી.એસ.આઈ બી.એમ.પટેલ ગતરોજ બપોરના સમયે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભુવાલ ગામે ટાડોળ ફળીયામાં રહેતા કિરણભાઈ પર્વતભાઈ કોળી પટેલ, સંજયભાઈ ઉર્ફે પાંગો પર્વતભાઈ કોળી પટેલ, મેઘામુવાડી ગામના જસવંતભાઈ બલસીંગભાઈ કોળી પટેલ તથા ભુવાલ ગામના શૈલેષભાઈ બચુભાઈ કોળી પટેલ એમ ચારે જણા કીરણભાઈ પર્વતભાઈ કોળી પટેલના ઘર આગળ અગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ઉતારી રાખી ફોરવ્હીલ તથા ટુવ્હીલ વાહનો મારફતે સગેવગે કરવાની તૈયારી કરતા હોવાની પી.એસ.આઈ બીએમ પટેલને બાતમી મળતાં પોલીસે બાતમીવાળી જગ્યાએ બપોરના પોણા બે વાગ્યાના સુમારે ઓચિંતો છાપો મારતાં દારૂ સગેવગે કરવા માટે ઊભેગા થયેલા ઉપરોક્ત ઈસમોો પોલીસની રેડ જોઈ નાસી ગયા હતા જ્યારે પોલીસે સ્થળ પરથી જીજે-09 એચ-3187 નંબરની બોલેરો ગાડી તથા જીજે-17 એ.એચ-1958 નંબરની સ્કોર્પિઓ ગાડી એમ બે ગાડીઓમાંથી પોલીસે 1,67,568ની કિંમતના વિદેશી દારૂની 180 મીલીની કાચની પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-1488 ભરેલ પેટી નંગ-31 પકડી પાડી રૂપિયા 5 લાખની કિંમતની બે ફોરવ્હીલ ગાડીઓ, રૂપિયા 1 લાખની કિંમતની જીજે-17 બી.એલ-2700 નંબરની એનફીલ્ડ બુલેટ ગાડી તથા રૂપિયા 10,000ની કિંમતની જીજે-17 એ.એલ-726 નંબરની બજાજ ડીસ્કવર મોટર સાયકલ ઝડપી પાડી ચાર વાહનો તથા વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 7,77,568નો મુદ્દામાલ કબજે લઈ નાસી ગયેલા ઉપરોક્ત ચારે જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.