ધોધંબામાં કપિરાજનું મોત થતાં ધાર્મિક રીતિ રીવાજ મુજબ અંતિમ સંસ્કાર

ધોધંબા,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ઈજાગ્રસ્ત કપિરાજ ઉપર કુતરાઓએ હુમલો કરતા મોત ઘોઘંબાના સરપંચ દ્વારા હિન્દુ ધાર્મિક રીતિ રીવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા. આજરોજ રામનવમીના દિવસે ઘોઘંબા પ્રાથમિક શાળા પાસે કપિરાજ ઝાડ ઉપરથી પડતા ઈજા પામી હતી. જેનો લાભ લઈ કૂતરાઓએ કપિરાજ ઉપર હુમલો કરતા કપિરાજનું મૃત્યુ નીપજયું હતું. જેની જાણ ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયાને થતા સરપંચ દ્વારા બજરંગ દળ તેમજ અન્ય યુવા સંગઠનોની મદદ લઈ કપીરાજની અંતિમયાત્રા કાઢી ગામના સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કપિરાજની હિન્દુ સંસ્કૃતિ મુજબ કપિરાજના શબને ચીતા ઉપર સુવડાવી ધાર્મિક મંત્રો ચાર સાથે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.