બાલાસિનોરમાં ગુંથડી પંચાયતના સભ્યએ પરવાનગી વગર વૃક્ષો કાપી વેચ્યા

બાલાસિનોર,ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરે છે “વૃક્ષ વાવો વરસાદ લાવો” સુત્રો હેઠળ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દરેક તાલુકામાં લાખો વૃક્ષો રોપવામાં આવે છે ત્યારે બાલાસિનોર તાલુકામાં રાત્રિના સમયે 30 થી 40 ટ્રેકટર તેમજ 20 થી 25 ટ્રકો ગેરકાયદે લાકડા ભરીને બેરોકટોક બાલાસિનોર નગર તેમજ તાલુકામાંથી પસાર થાય છે. જવાબદાર તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકાની ગુંથલી ગ્રામ પંચાયતના વોર્ડ નં-2ના સભ્ય મહેશભાઈ રાધાભાઈ દ્વારા ઉભા ઝાડો કાપી વેચી મારતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય જ હોદ્દાનો દુરૂપયોગ કરી પંચાયતની કે કોઈની પણ પરવાનગી વગર ઝાડ કાપતા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરી દાખલો બેસાડે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠી છે.