વિરપુર કોર્ટે ચેક રિટર્નના આરોપીને 4.50 લાખનુ વળતર ચુકવવા હુકમ

વિરપુર,ગોપાલપુરાના ઉદાભાઈ કાળુભાઈ પગીએ વિરપુરના સુરેશ પ્રજાપતિ પાસે મિત્રતાના સંબંધના નાતે નાણાંની અંગત જરૂરિયાતને કારણે સુરેશ પાસે રૂ.4.75 લાખની માંગણી કરેલી ઉદાભાઈની માંગણીને ઘ્યાને લઈ સુરેશે તેના કાકા કાંતિભાઈ હિરાભાઈ પ્રજાપતિ પાસેથી રૂપિયા લઈ ઉદાભાઈને હાથ ઉછીણા આપેલા તે સાથે ઉદાભાઈએ સુરેશને પોતાના ખાતાનો બેંક ઓફ બરોડા વિરપુર શાખાનો રૂ.4.75 લાખનો ચેક તા.20 જુન 2013ના રોજ સુરેશની હાજરીમાં સહી કરીને આપેલો. મુદ્દત પુરી થતાં સુરેશે ચેક બેંક ઓફ બરોડા વિરપુર શાખાના ખાતામાં રજુ કરેલો. સદર ચેક ક્લિયરન્સ માટે જતા ઉદાભાઈના ખાતામાં નાણાંના અભાવે સદર ચેક ફંડ ઈન્સ્ફશીયંટ ની જાણ સુરેશને બેંકે કરેલી ત્યારબાદ સુરેશે વકીલ મારફતે તા.24 જુન 2013ના રોજ આરપી એડીથી ઉદભાઈને નોટિસ આપેલ અને નોટિસનો કોઈ જવાબ આપેલ નથી. નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની મુજબ ગુનો કરેલ હોય યોગ્ય શિક્ષા કરવા હુકમ કરવા સુરેશે અરજ કરેલ કે જે કેશ વિરપુરમાં જજ ધવલભાઈ એમ.પરમારની કોર્ટમાં ચાલતા સુરેશના વકીલ એ.પી.મકવાણાની દલીલો અને રજુઆતને ઘ્યાને રાખીને જજે આરોપી પગી ઉદાભાઈ કાળુભાઈને એક વરસની સાદી કેદની સજા અને રૂ.4.75 લાખનુ પુરૂ વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.