- દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે વધીને ૧.૫૧ ટકા થઈ ગયો છે.
નવીદિલ્હી,દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં ૨૧૫૧ નવા કેસ નોંધાયા છે, જે ૧૫૨ દિવસ પછી સૌથી વધુ છે. કોરોના વધતા કેસ ચીંતા વધારી રહ્યા છે
હવે ફરી એકવાર દેશના લોકોને સાવચેત થવાની જરુર છે, કારણ કે દેશમાં ઘાતક કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૧૫૧ નવા કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે ગઈકાલે કોરોનાના ૧૫૭૩ કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના ૫૭૮થી વધુ કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે વધીને ૧.૫૧ ટકા થઈ ગયો છે. નવા કેસ સાથે હવે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪ કરોડ ૪૭ લાખ ૯ હજાર ૬૭૬ થઈ ગઈ છે. તેમાંથી ૫૩ લાખ ૮૪૮ લોકોના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ૧૧ હજાર ૯૦૩ છે. એટલે કે આ લોકોની સારવાર ચાલી રહી છે. આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪ કરોડ ૪૧ લાખ ૬૬ હજાર ૯૨૫ લોકોએ કોરોનાને માત આપી છે. જે કુલ કેસના ૯૮.૭૮ ટકા છે. મંત્રાલયે માહિતી આપી છે કે ગઈકાલે દેશમાં રસીના ૧૧ હજાર ૩૩૬ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના બે અબજ ૨૦ કરોડ ૬૫ લાખ ૭૬ હજાર ૬૯૭ ડોઝ આપવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોનાના ૨૧૪ કેસ નોંધાયા હતા. સૌથી મોટી વાત એ છે કે સપ્ટેમ્બર ૨૦૨૨ પછી પ્રથમ વખત રાજ્યમાં ૨૦૦ થી વધુ કેસ નોંધાયા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના ૧૧૫ કેસ નોંધાયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે એચ૩એન૨ ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ પણ વધવા લાગ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે.યુપીમાં કોરોનાના ૭૪ કેસ નોંધાયા હતા. તેને જોતા યુપી સરકારે સતર્કતા વધારી દીધી છે. સરકારે તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલની સાથે જરૂરી વ્યવસ્થા ગોઠવવાના આદેશો જારી કર્યા છે. સરકારે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન સપ્લાય બેડ અને સ્ટાફની સ્થિતિ સુનિશ્ર્ચિત કરવા સૂચના આપી છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં ૨૧૫૧ નવા કેસ નોંધાયા છે, જે ૧૫૨ દિવસ પછી સૌથી વધુ છે. કોરોના વધતા કેસ ચીંતા વધારી રહ્યા છે જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એડવાઈઝરી બહાર પાડીને લોકોને સાવચેત રહેવા કહ્યું છે.