ગરબાડા તાલુકાના પાટા ડુંગરી પાસેથી ત્રણ કુઝર અને બોલેરોમાં લઈ જવાતો ૧૬.૯૪ લાખના ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપ્યો

દાહોદ,અજઙ ના માર્ગદર્શન હેઠળ પોલીસે ગત રાત્રિના સમયે ગરબાડા તાલુકાના પાટાડુંગરી પાસેથી ત્રણ ક્રૂઝર તથા એક બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂ .૧૬,૯૪,૪૦૦ /- ની કિંમતનો વિદેશી દારૂ તથા ટીન બિયરનો જથ્થો ઝડપી પાડી ત્રણ ક્રૂઝર તથા એક પિકઅપ ગાડી મળી કુલ રૂ .૩૮,૯૪,૪૦૦ /- નો મુદ્દામાલ કજે કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ મદદનીશ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલને ગત રાત્રિના સમયે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના સેજાવાડા તરફથી અલગ અલગ વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈગ્લીસ દારૂ નો જથ્થો ભરી પાંચવાડા, પાટાડુંગરી તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે અજઙ શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પાટાડુંગરી પાસે રાત્રિના આશરે ૨૨:૫૦ વાગ્યાના અરસામાં આવી છુટા છવાયા વોચમાં હતા. તે દરમિયાન રાત્રિના ૦૦:૫૫ વાગ્યાના અરસામાં પાંચવાડા તરફથી પાટાડુંગરી તરફ ચાલુ લાઇટે વાહનો આવતા જાણતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મુકી દઇ આડાશ ઉભી કરી તમામ પોલીસના માણસો આવતા વાહનોને રોકી કોર્ડન કરી રોકવા ઇશારો કરતા પોલીસને જોઇ ચારેય વાહનના ચાલકો પોતાના વાહનો મુકી અંધારાનો તથા ઝાડી ઝાખરા તથા ડુંગરાઓનો લાભ લઇ નાસવા લગતા પોલીસના માણસોએ તેઓનો પીછો કરેલ પરંતુ તેઓ પકડાયેલ નહી ત્યારબાદ પોલીસ સ્ટાફના તરફથી પાટાડુંગરી તરફ ચાલુ લાઇટે વાહનો આવતા જાણતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મુકી દઇ આડાશ ઉભી કરી તમામ પોલીસના માણસો સદરહુ આવતા વાહનોને રોકી કોર્ડન કરી રોકવા ઇશારો કરતા પોલીસને જોઇ ચારેય વાહનના ચાલકો પોતાના વાહનો મુકી અંધારાનો તથા ઝાડી ઝાખરા તથા ડુંગરાઓનો લાભ લઇ નાસવા લગતા પોલીસના માણસોએ તેઓનો પીછો કરેલ પરંતુ તેઓ પકડાયેલ નહી ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ત્રણ ક્રૂઝર તથા એક બોલેરો પીકઅપ ગાડી મળી ચારેય વાહનોની વારાફરતી ઝડતી તપાસ કરતા આ ચારેય વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવવાનો ઇગ્લીસ દારુનો જથ્થો ભરેલ મળી આવતા પોલીસે સદર ઝડપાયેલા વાહનો સહિત દારૂ નું જથ્થો ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી ચારેય વાહનોમાથી પ્રોહી મુદ્દામાલ ઉતારી ગણી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ નંગ ૬૦૪ જેમાં કુલ બોટલો ૧૬૯૬૮ જેની કુલ કિંમત રૂ .૧૬,૯૪,૪૦૦ / – નો દારૂ તથા બિયરનો જથ્થો પોલીસને મળી આવતા પોલીસે સદર રૂ .૧૬,૯૪,૪૦૦ /- ની કિંમતનો દારૂ તથા ટીન બિયરનો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ૦૪ વાહનો જેની કિં.રૂ .૨૨,૦૦,૦૦૦ /- મળી કુલ રૂ .૩૮,૯૪,૪૦૦ /- નો મુદ્દામાલ કજે કરી વધુ તપાસ હાથ ધરી છે .