દાહોદમાં રામનવમીના તહેવારને અનુલક્ષી દાહોદ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયો

  • Asp જગદીશ બાંગરવાની આગેવાનીમાં બંને ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ જવાનો સાથે રામ યાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજ્યો.

દાહોદ,

દાહોદ શહેરમાં આગામી 30 મી એપ્રિલના રોજ રામયાત્રા સેવા સમિતિ તેમજ રાજ રાજેશ્ર્વરી રાજસ્થાન પંચાયત મંદિર ખાતે યોજાનારી રામયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર રામયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે દાહોદ પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દાહોદ પોલીસ દ્વારા સમગ્ર રામયાત્રાના રૂટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે, તો સાથે સાથે રામયાત્રાના રૂટ પર દાહોદ પોલીસ દ્વારા આજરોજ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યો હતો. જેમાં એ.એસ.પી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં બી ડિવિઝન પોલીસના પીઆઇ મહેશ દેસાઈ, એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ કિરીટ લાઠીયા, બંને ડિવિઝનના પી.એસ.આઇ તેમજ પોલીસ જવાનો સહિતનો કાફલો રામયાત્રાના રૂટ પર ફુલ પેટ્રોલીગ માટે નીકળ્યો હતો.