દે.બારીયા ધટકના કાર્યકરોને બાળકોની ઉંચાઈ-માપણી અને ગ્રોથ ચાર્ટની માહિતી અપાઈ

દાહોદ,

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા એચ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની ટીમ દ્વારા દેવગઢ બારીયા તાલુકાના ઘટક 1,2,3 ના કાર્યકરબેનોને District Nutrition Consultant હેત્વીબેન શાહ દ્વારા તાલીમ આપવામા આવી જે પૈકી બાળકોના વજન ઉંચાઈની માપણી તેમજ ગ્રોથ ચાર્ટ વિશે વિડિયો દ્વારા ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. કાર્યકરબેનોને પોષણ પખવાડીયા અંતર્ગત Nnm Dc દ્વારા ઉજવણી સાથે એન્ટ્રી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. પોષણ ટ્રેકરમાં વજન અને ઉંચાઈ કામગરી અંગે ધ્યાને રાખવા જેવી અત્યંત જરૂરી મુદ્ધાઓ અંગે માહિતી આપવામાં આવી દાહોદ જીલ્લા કક્ષાની ટીમ દ્વારા કાર્યકરમાંથી મુખ્ય સેવિકા તરીકે બઢતી માટે ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી તથા ઘટક 1,2,3 ના cdpo તેમજ હાજર રહેલ તમામ સ્ટાફ દ્વારા પોષણ પખવાડીયા અંતર્ગત શપથ લેવડાવામાં આવ્યા. પુર્ણા ક્ધસ્લ્ટન્ટ દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત આજરોજ પોષણ ક્વીન તેમજ પોષણ કવીઝનું અયોજન કરવામાં આવ્યું. તેમજ કિશોરીઓ દ્વારા મહેંદી સ્પર્ધા રાખવામા આવી તે અંતર્ગત વિજેતા પામેલ પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબરને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું