દાહોદ,
દાહોદ જુની કોર્ટ રોડ પર રહેતા 26 વર્ષીય વિવેકભાઈ રમેશભાઈ વાખળાના પિતાજી રમેશભાઈ કાળુભાઈ વાખળા ગત તા. 25-3-2023ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ચાલકા માટે નીકળ્યા હતા. તેઓ આજદિન સુધી પરત ઘરે ન આવતાં ક્યાંક ગુમ થઈ ગયા છે. ગુમસુદા રમેશભાઈ વાખળાએ શરીરે ઝાંખા પીળા રંગનો ઝભ્ભો પહેરેલ છે. શરીરે ઘઉં વર્ણા છે, મજબુત બાંધાનો ચે. ઉંચાઈ 5 ફુટ છે તેઓ ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે.
આ સંબંધે ગુમ થનાર રમેશભાઈ કાળુભાઈ વાખળાના પુત્ર 36 વર્ષીય વિવેકભાઈ રમેશભાઈ વાખળાએ દાહોદ ટાઇઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલીસે આ માંમલે ગુમસુદા અંગેની જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.