દે.બારીયાના અસાયડી ગામના યુવાને સગીરાનું અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામના યુવાને સાડા ચાર માસ અગગાઉ દાહોદ તાલુકાના ખરોડ ગામની મુળ વતની અને પંચમહાલ મોતવા ગામના ટીંબાના મુવાડા ફળિયાની 19 વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રહેતા વિજયભાઈ બાબુભાઈ કોળી(પટેલ)એ ગત તા. 18-11-2023ના રોજ સવારના અગ્યાર વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખરોડ ગામની મૂળ વતની અને હાલ પરંચમહાલ જિલ્લાના માતવા ગામના ટીંબાના મુવાડા ફળિયામાં રહેતી 17 વર્ષ 1 માસની ઉંમરની સગીરાને પત્નવી તરીકે રાખવા સારૂ ચાલ આપણે ભાગી જઈએ, તેમ કહેતા, સગીરાએ આ બાબતે ના પડવા છતાં તું કેમ મારી સાથે આવવાનીના પાડે છે. તેમ કહી સગીરાની મરજી વિરૂધ્ધ પત્ની તરીકે રાખવાના ઈરાદે બોલાવી બળજબરીથી અપહરણ કરી લઈ જઈ અલગ અલગ જગ્યાએ લઈ જઈ સાડા ચાર માસ સુધી સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની ચુંગલમાં ફસાયેલી સગીરાને મોકો મળતા તે ત્યાંથી ભાંગીને પોતાના માવતર પાસે આવી પોતાની વિતક સંભળાવતા તેણીના માવતર પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

આ સંબંધે અપહરણનો અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે અસાયડી ગામના વિજયભાઈ બાબુભાઈ કોળી(પટેલ) વિરૂધ્ધ ઈપિકો કલમ 363, 366, 376(2)(એન) તથા પોક્સો એક્ટ કલમ 4,6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.