જુનાગઢ,બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જુનાગઢ મજેવડી પાસેના ૬૬ કેવી રેલ્વે ફાટક પાસે સ્ટાર માર્બલ નજીકથી પસાર થતા આઈસર બોલેરો ટ્રક નં. જીજે ૦૩ બીવાય ૧૫૬૪ને રોકી ચેક કરતા ટ્રકની તાલપત્રી નીચે છૂપાવેલ ૩૧૭ પેટી કીંમત રૂા.૧૨,૨૧,૬૦૦ની વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટ્રક ચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. અન્ય એક શખ્સ પણ બાવળની ઝાડીમાં ભાગી છુટયો હતો. બી ડીવીઝન પીઆઈ એન.એ. શાહ સહિતના સ્ટાફે હીતેષ નરોતમ કારીયા રીક્ષાચાલકને પકડી પૂછપરછ કરતા નાસી જનાર ટ્રક ચાલકનું નામ ખબર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે લખન મેરુ ચાવડાએ પોતાને ધીરેન કારીયા ટ્રક વડાલ મોકલશે ત્યાંથી મેળવી જુનાગઢ શહેરમાં પ્રવેશ કરાવી લખન રબાને સોંપવાનો છે અને લખન રૂપિયા આપી દેશે જેથી વડાલ જઈ આ જથ્થો લઈ આવ્યાનું કબુલ્યું હતું. વાહન સહિત કુલ રૂા.૫.૨૮ લાખનો દારૂ કબજે કર્યો હતો.
બુટલેગર હીતેષ નરોતમ કારીયા, લખન મેરુ ચાવડા, ધીરેન અમૃતલાલ કારીયા એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો હતો. જયારે જુનાગઢના આંબલીયા ગામ નજીકથી ક્રાઈમ બ્રાંચ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક શખ્સ દારૂ ભરેલ જીપ લઈ ધોરાજીથી ધંધુસર તરફ જવાનો હોવાની બાતમી મળતા પીઆઈ જે.જે. પટેલ અને સ્ટાફે વોચ ગોઠવી હતી.
ત્યારે બોલેરો પીકઅપ જીપ નં. જીજે ૧૩ એટી ૪૨૧૬ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે જીપને મારી મુકી હતી જેનો ક્રાઈમ બ્રાંચે પીછો કરી આંબલીયાથી નાની મારડના રસ્તે ચાલકે જીપ મુકી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જેનો પીછો કરી તેને પોલીસે પકડી લીધો હતો. તેમનું નામ પુછતા જયેશ ઉર્ફ જયલો કનુ મુળીયા સીયા રે. ધંધુસર વાળો હોવાનું જણાવેલ.
જીપમાં તાલપત્રી નીચે સંતાડેલ ૧૧૪૭ બોટલ કીંમત રૂા.૪.૦૬ લાખનો દારૂ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે જીપ દારૂ રોકડ મોબાઈલ મળી કુલ રૂા.૯.૩૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો ક્રાઈમ બ્રાંચે જયેશ ઉર્ફે જયલો કનુ મુળીયાસીયા, ઉપરાંત હાજર નહીં મળેલા હમીરો ઉર્ફે ભુટો મુળીયાસીયા, દેવા સુંડાવદરા, નરબત ઉર્ફે નંબો નગા ઓડેદરા અને ધીરેન અમૃતલાલ કારીયા જુનાગઢ નામાંકીત બુટલેગર તેમજ ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.