મુંબઇ,કોરોના મહામારીનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે પણ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી સમયે ઘણા લોકો સંક્રમિત થયા હતા અને આ વાયરલની ઝપેટમાં બોલિવૂડ સેલેબ્સ આવી ગયા હતા. હાલ કોરોના ફરી માથું ઊંચકાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
હાલમાં જ અભિનેત્રી કિરણ ખેર અને પૂજા ભટ્ટ કોરોના સંક્રમિત થયા હતા અને હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુ ના મ્યુઝિક કમ્પોઝર એમએમ કિરવાની જેમને હાલ જ ઓસ્કાર જીત્યો હતો એ કોરોના સંક્રમિત થયા છે.
કિરવાનીએ પોતે આ વિશે માહિતી આપી હતી. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે કહ્યું છે કે સતત મુસાફરી અને ઓસ્કાર જીતવાની ખુશીને કારણે તે તેના પર ધ્યાન આપી શક્યો નહીં અને હવે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
જણાવી દઈએ કે આરઆરઆર સ્ટાર રામ ચરણે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં પોતાના જન્મદિવસ પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં કિરવાની પણ હાજરી આપી હતી. આ સાથે જ પાર્ટીમાં નાગાર્જુન, ચિરંજીવી, વિજય દેવેરાકોંડા, કાજલ અગ્રવાલ, રાણા દગ્ગુબાતી, એસએસ રાજામૌલી જેવા ઘણા સ્ટાર્સે હાજર હતા.