ડોર ટુ ડોર કલેકશનની કામગીરીમાં વિવાદની વચ્ચે ગોધરા નગર પાલિકાને આર્થિક નુકશાન: લાયકાત એજન્સીઓને બાકાત

ગોધરા,
ગોધરા નગર પાલિકાની ડોર ટુ ડોર કલકેશન કામગીરી માટે ખાનગી એજન્સીઓને કામગીરી સોપવામા આવી રહી છે. મુદત પૂર્ણ થતાં નવા ટેન્ડર માંગવામા આવતાં ૭ એજન્સીઓ વચ્ચે સ્પર્ધા હતી. તમામ માપદંડ પાસ કરવા છતાં જુની એજન્સીને રીપીટ કરવા સામે અનેક પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. ડોર ટુ ડોર કલેકશનની કામગીરીના વિવાદ વચ્ચે પાલિકાને આર્થિક નુકશાન પહોંચ્યું છે. અને લાયકાત એજન્સીને નકારવામાં આવતાં અનેક પ્રશ્ર્નાર્થ વચ્ચે તપાસનો વિષય બન્યો છે.

સુરતની દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયામાં ” એલ -૧ રહેલ હોવા છતાં, આજદિન સુધીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે ગોધરા નગર સેવાસદનના ચીફ ઓફીસરના નિયમ વિ‚ધ્ધની ભ્રષ્ટ રીત – રસમો અપનાવી રહેલ છે. જે દેખીતી રીતે સુપ્રિમ કોર્ટે ઠરાવ્યા મુજબ ભ્રષ્ટાચારની પરિભાષામાં હકીકતોથી પ્રસ્થાપિત થાય છે. ચીફ ઓફીસરએ ટેન્ડર પ્રક્રિયામાં વખતો વખત અરજદાર ” એલ -૧ રહેલ હોવા છતાં, વર્ક ઓર્ડર આપેલ નથી, અને એકયા બીજા કારણોસર મનસ્વી રીતે અપનાવી નવેસરથી ટેન્ડર ઈન્વાઈટ કરેલ છે, તેમાં “એલ -૧ રહેલ હોવા છતા અમોેને વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી અને હાલ જે એજન્સી કામગીરી કરી રહેલ છે, તેના ભાવ અરજદાર કરતાં ઉચા હોવા છતાં, તેઓની સમય અવધી કોઈપણ કારણ વગર લંબાવી ગોધરા નગર સેવાસદનને આર્થિક નુકસાન પહોંચડેલ છે, જે ભ્રષ્ટ રીત – રસમ છે. તેના માટે ચીફ ઓફીસર, ગોધરા સ્વયં સંપુર્ણ જવાબદાર છે.

સુરતની દરબાર વેસ્ટ કોર્પોરેશને કરેલી રજુઆત……….

અરજદારનાઓએ રજુ કરેલ ટેન્ડરમાં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે વપરાતા વાહનો એજન્સીએ પોતાના વાહન વાપરવા. વિકલ્પ જો નગર સેવાસદનના વાહન વપરાય તો, અગાઉના ટેન્ડરમાં પ્રતિવાહન દીઠ એક દિવસના રૂ. ૪૦૦/- ઠરાવેલ. તે રકમમાં મનસ્વી ઘટાડો કરી ત્યારપછી પ્રસિધ્ધ કરવામાં આવેલ બીજા ટેન્ડરમાં પ્રતિવાહન દીઠ એક દિવસના રૂ. ૩૦૦ / – નકકી કરેલ અને ત્યારપછી ત્રીજા પ્રસિદ્ધ કરેલ ટેન્ડરમાં એક વાહનના ૧ દિવસના રૂ. ૧૫૦ / – નકકી કરેલ. આમ, વાહનનું ૧ દિવસનું ભાડુ નકકી કરવા અંગે કોઈ આધાર મેળવવામાં આવેલ નથી અને મનસ્વી રીતે ભાડાની રકમમાં ફેરફાર કરવામાં આવેલ છે, જે ભ્રષ્ટ રીત – રસમ છે. જેનાથી ગોધરા નગર સેવાસદનને આર્થિક નુકસાન થઈ રહેલ છે.

દેખીતો ભ્રષ્ટાચાર કર્યો ………..

ગોધરા નગર સેવાસદનમાં ટેન્ડર ઈન્વાઈટ કર્યા અગાઉ ડોર ટુ ડોર કચરા કલેકશન માટે જે એજન્સી છેલ્લા ૪ વર્ષથી કામ કરી રહેલ છે, તેના ભાવ અરજદારના ભાવ કરતાં ઘણા ઉચા છે. વળી તેઓ પાસેથી ગોધરા નગર સેવાસદને વાહનનું કોઈ ભાડુ પણ વસુલેલ નથી, વસુલ કરવા ઠરાવેલ નથી અને અરજદાર ટેન્ડરમાં ” એલ -૧ રહેલ હોવા છતાં અને નગર પાલીકા, ગોધરાને ટેન્ડર શરતમાં ઠરાવ્યા મુજબ પ્રતિવાહન દીઠ ભાડુ ચુકવવા રાજી હોવા છતાં, વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી અને અગાઉની એજન્સીની સમય અવધી દર માસે કોઈપણ જાતના વ્યાજબી કારણ, શરતો વગર રીન્યુ કરી ચીફ ઓફીસર, ગોધરાનાઓએ દેખીતો ભ્રષ્ટાચાર કરેલ છે. નગર સેવા સદનને ઘણું આર્થિક નુકસાન પહોંચાડેલ છે. જેની તપાસ થઈ તે રકમ તેઓ પાસેથી રીકવર થવા પાત્ર છે.

કર્મચારીઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરવી…..

વર્ક ટુ ડુ બઝિનેશને સર્વોચ્ચ અદાલતે બંધારણીય અધિકાર જણાવેલ છે અનેે અરજદાર ગોધરા સેવાસદને પ્રસિધ્ધ કરેલ ટેન્ડરમાં બે – બે વખત ” એલ -૧ રહેલ હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી. જેથી વ્યવસાય કરવામાં અરજદારના બંધારણીય અધિકારને દેખીશું.નુકસાન થઈ રહેલ છે અને રી ગણતરી મુજબ નગર માસિક સેવાસદન કુલ રૂ.૨,૪૦,૬૮૨ /-પુરા આર્થિક નુકસાન થઈ રહેલ છે. અરજદારને વર્ક ઓર્ડર નહીં આપવા પાછળનો હેતુ અગાઉની એજન્સીને કારણ વગર ઉચા ભાવથી કાર્યરત રાખી, આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો અને નગર સેવાસદનને નુકસાન પહોંચાડવાનો સ્પષ્ટ પ્રસ્થાપિત થાય છે. જે સબબ ખાતાકીય રાહે પગલાં લઈ આવા ભ્રષ્ટ રીત – રસમ અપનાવતા અધિકારી, કર્મચારી વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી કરી, નગર સેવાસદનને થયેલ નુકસાન તેઓ પાસેથી વસુલવા ઉદાહરણ‚પ કાર્યવાહી કરવાને પાત્ર છે, જેથી હાલની અરજી કરવાની જરૂર પડેલ છે.

પાલિકા ને આર્થિક નુકશાન પહોંચ્યું…….

અરજદારને ગોધરા નગર સેવાસદન તેઓએ પ્રસિદ્ધ કરેલ ડોર ટુ ડોર કચરા કલેકશનમાં અરજદાર ’ ’ એલ -૧ ” રહેલ હોઈ, તાકીદે વર્ક ઓર્ડર આપે તેવો ઘટતો હુકમ થવા અરજ છે.અરજદારને વર્ક ઓર્ડર નહીં આપી, અગાઉની એજન્સીની સમય અવધી લંબાવવા માટે ચીફ ઓફીસર, ગોધરા તથા જે જવાબદાર જણાઈ આવે તે સામે ખાતાકીય કાર્યવાહી કરી, તેઓની જવાબદારી ઠેરવી, તેઓ વિરૂધ્ધ ખાતાકીય રાહે ઘટતા પગલાં ભરવા તથા નગર સેવાસદનને થયેલ નુકસાનીની રકમ અંગે તપાસ કરી, તે રકમ ચીફ ઓફીસર, ગોધરા તથા જવાબદાર પાસેથી વસુલવા તાકીદે ઘટતી કાર્યવાહી થવા નમ્ર અરજ છે .બાજ યોગ્ય અને વ્યાજબી દાદ આપશોજી.

વધુ ભાવ છતા વર્ક ઓર્ડર કેમ અમાન્ય ?

ગોધરા નગર પાલિકા દ્વારા હાલ ચાલી હેલા ડોર ટુ ડોર કચરા કલેકશન ટેન્ડરની અવધી પૂર્ણ વધી છે. તે છતાં નગર પાલિકા તંત્ર દ્વારા ચાલી રહેલ ડોર ટુ ડોર કલેકશન ટેન્ડરને બંધ કરવામાં આવ્યંું અને તેની સામે ૭ એજન્સી દ્વારા આ કામ માટે ટેન્ડર ભરવામાં આવ્યાહતા. તે છતાં ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક જ ટેન્ડર ધારકો એ ઓછા ભાવ પત્રક હોવા છતાં નગર પાલિકા દ્વારા તેને ટેન્ડર નથી આપવામાં કેમ આવતું તે સવાલો નગર પાલિકાના સભ્યો કરી રહ્યા છે.