
દાહોદ,
દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં તા.20મી માર્ચ 2023ના રોજ મળેલ સામાન્ય સભાની મિનિટસને બહાલી આપવા બાબત. સને 2023-24ના અજમાયસી અંદાજ પત્રને કારોબારી સમિતિ ઠરાવ નં.70 તા.17.03.2023થી કરેલ ભલામણને બહાલી આપવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબત, વર્ષ 2023-24 જિલ્લા આયોજન મંડળ તરફથી 15 ટકા વિકેન્દ્રીત મળવા પાત્ર ગ્રાન્ટમાંથી કામો નક્કી કરવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબત, દાહોદ નગરપાલિકાની વિવિધ મીટીંગ, એજન્ડા, ટપાલ બજવણી કરવા, ઓફિસ કામ માટે વર્ગ-4ના કર્મચારી માટે ઈ-બાઈક ખરીદ કરવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દાહોદ નગરપાલિકાના અંદાજપત્રમાં સને 2022-23ના વર્ષના વર્ષની આવક અને ખર્ચની વિગતોના આધારે સને 2023-24ના વર્ષના બજેટમાં રૂા. 1,12,66,58,308ની આવક અંદાજીત થનાર છે જેની સામે દાહોદ નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતાં તેમજ કામોને અગ્રતા આપતા રૂા. 1,08,17,54,250 નો ખર્ચ અંદાજવામાં આવેલ છે. આમ, અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈઓને ધ્યાને લેતાં રૂા. 4,49,04,058 ની પુરાંત થાય છે.
બોક્સ :
આજરોજ યોજાયેલ નગર પાલિકા ની સામાન્ય સભામાં છેલ્લા 6 માસ થી વઘુ સમય થઈ ગયો છે, પરંતુ ચેરમેનની વરણી કરવામાં આવી રહી નથી. જાણવા મળ્યા મુજબ શહેર સંગઠનની વરણીની યાદી ઉપર સુધી પહોંચી ગઇ છે અને જિલ્લાની વરણી પણ હજી બાકી છે. તેવી જ રીતે નગર પાલિકાની પણ વરણી હાલમાં બાકી છે. આ પણ એક ચર્ચાનો વિષય છે. કયા કારણ થી વરણી કરવામાં આવતી નથી.