ગોધરા,
શહેરા પોલીસ મથકના એ.એસ.આઇ. રૂ.૩૦ હજારની લાંચ લેતા દાહોદ એ.સી.બી. પોલીસે ઝડપી પાડતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાં અવાર-નવાર લાંચના કિસ્સા બહાર આવી રહ્યાં છે અને તેમાંય પારદર્શો કિસ્સાઓ સામે પોલીસ પણ ક્યારેક પાંગળી બની રહી છે. ગત માસએ બનેલા બનાવ બાદ તા.૩ના રોજ શહેરા પોલીસ મથકના એ.એસ.આઇ. દ્વારા વિદેશી દારૂ નો ધંધો કરતા અને દેવા માટે માંગણી કરીને સામાધાન માટેની માંગણી કરી હતી. અને અવાર-નવાર માંગણી કરવા છતાં કોઇ દાદ આપવામાં આવતી ન હતી. એક જાગૃત નાગરિત તરીકે ફરજ બજાવતાં અરજદારે મહેન્દ્રસિંહ સાબતસિંહ બારીયા ઉવ.૪૦ શહેરા પોલીસ મથક અને હાલ રહેઠાણ નવી પોલીસ લાઇન શહેરા અને મૂળ વતન માતરીયા વ્યાસ તા.મોરવા, પંચમહાલ જીલ્લાએ અરજદારને વિદેશી દારૂ નો ધંધો કરવા અંગે આર્થિક માંગણી કરી હતી. અવાર-નવાર આર્થિક લેવડ-દેવડ વચ્ચે કોઇ સમાધાન નહી થતાં ફરિયાદીની ફરિયાદ વચ્ચે લાંચના છટકામાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.૩૦ હજારની લાંચની રકમ સ્વીકારી હતી તે અંગે દાહોદ એ.સી.બી દ્વારા શહેરા પોલીસ એ.એસ.આઇ.ને રંગે હાથે ઝડપીને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.