દાહોદ,
દાહોદ તાલુકાના કઠલા ગામના નળ ફળિયામાં કોઈ કારણસર થયેલ ઝઘડામાં જાનમાંથી પરત આવી રહેલા બે જણાને લાકડીઓનો મારમારી તેમજ લાપટ ઝાપટ મારી ઈજા પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
કઠલા ગામના છાયણ ફળીયામાં રહેતા મગનભાઈ વરસીંગભાઈ ડામોરનો છોકરો કિલરાજ તથા નરેશભાઈ બંને જણા સાંજના પાંચેક વાગ્યાના સુમારે પરત ઘરે આવી રહ્યા હતા. તે વખતે કઠલા ગામના નાળ ફળિયામાંથી પસાર થતી વેળાએ નાળ ફળિયામાં રહેતા રૂકેશભાઈ બચુભાઈ ડામોર તથા વાજુભાઈ ડામોરને રોક્યા હતા અને બેફામ બિભત્સ ગાળો બોલી રૂકેશભાઈ ડામોેરે તેના હાથમાંની લાકડી કિલરાજભાઈ મગનભાઈ ડામોરને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજા કરી તથા વાંસામા મૂઢ મારમારી ઈજાઓ કરી હતી. જ્યારે વાજુભાઈ બુસાભાઈ ડામોરે પણ બેફામ ગાળો બોલી કિલરાજને લાપટ ઝાપટ મારી સામાન્ય ઈજા પહોંચાડી હતી.
આ સંબંધે કઠલા ગામના છાયણ ફળિયાના મગનભાઈ વરસીંગભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે કઠલા ગામના નાળ ફળિયાના રૂકેશભાઈ બચુભાઈ ડામોર તથા વાજુભાઈ બુસાભાઈ ડામોર વિરૂધ્ધ ઈપિકો કલમ 324, 323, 504, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.