જિલ્લા પંચાયત દાહોદની ખાસ સામાન્ય સભામાં તા.27.03.2023 સોમવારના રોજ નિર્ધારીત સમયે નિર્ધારિત એજેન્ડા મુજબ યોજાઈ

દાહોદ,

જિલ્લા પંચાયત દાહોદની ખાસ સામાન્ય સભામાં તા.27.03.2023 સોમવારના રોજ નિર્ધારિત સમય 13:00 કલાકે શરૂ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય તથા ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષઓ અને સદસ્યો તથા અધિકારી કર્મચારીગણ હાજર રહેલ હતા. આ ખાસ બેઠકમાં એજેન્ડા મુજબ ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ તો જિલ્લા પંચાયતના સુધારેલ અંદાજો ર0રર/ર3 તથા સને ર0ર3/ર4 ના અંદાજો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ જિલ્લા પંચાયત શિતલકુમારી બી. વાઘેલાના અધ્યક્ષપણા હેઠળ આ જિલ્લા પંચાયતનું ત્રીજુ બજેટ કે જેમાં સુધારેલ અંદાજો સને ર0રર/ર3 મુજબ કુલ આવક રૂા.1896.30 કરોડ સામે રૂા.1પ7ર.પ8 કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. તથા સને ર0ર3/ર4ના અંદાજપત્ર મુજબ કુલ આવક રૂા.ર0પ6.11 કરોડ સામે 1674 કરોડના ખર્ચ દર્શાવતું પુરાંતવાળુ બજેટ રજુ કરેલ છે. તે પૈકી સોૈથી વધુ શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, આઈસીડીએસ, ખેતીવાડી, સિંચાઈ, સમાજ કલ્યાણ અને વિકાસ તથા પશુપાલન ક્ષેત્રે અંદાજો મુકવામાં આવેલ છે. અને આ વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. તેમજ મનરેગાનું દાહોદ જિલ્લાનું સને ર0ર3/ર4નુ લેબર બજેટ જેમાં કૃષિ આધારીત કામો, લાઈન ડિપાર્ટમેન્ટના કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ગણત્રીમા લીધેલ છે. કુલ મજુરીનો ખર્ચ રૂા.339.પપ કરોડ અને માલસામાન ખર્ચ રૂા.187.8પ કરોડ મળી કુલ રૂા.પર7.41 કરોડનો ખર્ચ કુલ 60,પ19 કામો તથા 1.4ર કરોડ ઉત્પન્ન થનાર માનવદિનથી દાહોદ જિલ્લાના વિકાસને વેગ તથા સ્થાનિક કક્ષાએ રોજગારી ઉપલબ્ધ કરાશે જેથી સ્થળાંતરનો પ્રશ્ર્ન મહદ અંશે નિકાલ કરી શકાશે.

પ્રમુખ દ્વારા પ્રમુખ તરીકેના થયેલ અનુભવના સંસ્મરણ તાજા કર્યા અને તમામ જોડે નિખાલસ્તાથી ચર્ચા કરી જેમાં જણાવ્યા મુજબ ર વર્ષનો સમયગાળો એકંદરે સંતોષકારક તેમજ ગ્રામજનોની અપેક્ષાઓ પુર્ણ કરવા તેમજ વહિવટી ગુંચ આવેલ હોય તો તે પણ ઉકેલવા હર સંભવ પ્રયાસ કરેલ છે. જે સોૈના સાથ સોૈના સહકારથી શક્ય બન્યું છે. પ્રમુખ એ જણાવ્યુ કે આપણે સોૈ એક બીજાને હળતા મળતા ગમતા અને ઉપયોગી થઈ છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચતો કરાવીએ અને જિલ્લાના વિકાસને વેગ આપીએ તેવી હૃદયથી શુભેચ્છાઓ પાઠવી તેમજ અન્ય ચર્ચાઓ સાથે બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.