
બાલાસીનોર,
મહીસાગરના બાલાસિનોરમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ કરવાના અંગે આરોપી સામે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં 6 માર્ચના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અશોક કનૈયાલાલ ચંદનાનીએ તેમની જ સોસાયટીમાં રહેતા પરિવારની વહુને મોબાઈલ ઉપર અવારનવાર સંપર્ક કરી પરિણીતાના ઘરે તેમજ અલગ અલગ શહેરોમાં જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવતા બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે બાલાસિનોર પોલીસે આરોપીના ઘરે તેમ જ અન્ય જગ્યાઓએ શોધખોળ કરવા છતાં આરોપી 21 દિવસ બાદ પણ પકડથી દૂર છે. આરોપી અશોક કનૈયાલાલ ચંદનાનીએ મહીસાગર જીલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ એસ.આર.ડામોરની રજૂઆતના પગલે એડિશનલ સેશન્સ જજ જયેન્દ્રકુમાર વ્યાસ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવી હતી.