શહેરાના આસુદરીયા ગામે ખેતર વીજ થાંભલા ઉપર ખેતરમાં વીજ કરંટ મુકતા એક વ્યકિતના મોતના ગુન્હામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરા,

શહેરા તાલુકાના આસુદરીયા ગામના આરોપી ઈસમે ખુલ્લા ખેતરમાં પાકને વન્ય પ્રાણીઓ તેમજ ભુંડથી બચાવવા પોતાના ખેતરમાં ઈલેકટ્રીક થાંભલા ઉપર વીજ પ્રવાહના વાયરો સાથે વીજ વાયરો જોડી ખેતરની ફરતે ફ્રેન્સીંગના તારમાં કરંટ મુકેલ હોય જેને લઈ 38 વર્ષીય વ્યકિતના મોત થવાાના કેસ જીલ્લાના પાંચમા એડી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના આસુદરીયા ગામે રહેતા આરોપી પુનાભાઈ કાળુભાઈ મછાર એ પોતાના ખેતરમાં પાકને વન્ય પ્રાણી અને ભુંંડથી બચાવવા માટે ખેતર માંથી ઈલેકટ્રીક થાંભલા ઉપર ચાલુ વીજ પ્રવાહના વાયરો સાથે વીજ વાયરોનું જોડાણ કરી વીજ કરંટ મુકેલ હતો. વીજ કરંટ બાબતે કોઈને ખબર ન પડે તેમ હોય સેન્ટીંગના તારમાં વીજ કરંંટ ખેતરની ફરતે મુકેલ હતો. આરોપીની બેદરકારી પૂર્વકના કૃત્યથી મગનભાઈ હમીરભાઈ ઉ.વ.38ને અજાણ્યતા વીજ કરંંટ લાગતા મોત નિપજાવેલ હોય આ કેસ શહેરા પોલીસ મથકે નોંધાયેલ જે કેસ પંચમહાલ જીલ્લા પાંચમાં એડી સેશન્સ જજ એચ.વી.મહેતાની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષની સરકારી વકીલ એમ.કે.દેશમુખની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને ઈ.પી.કો કલમ-304 મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા 10,000/-રૂપીયાના દંડનો ઐતિહાસીક ચુકાદો આપવામાં આવ્યો જેને લઈ ખુલ્લા ખેતરોમાં વીજ લાઈન સાથે ચેડા કરતાં જીવતા વાયરો લટકાવતા ઈસમોમાં ભયનો માહોલ ઉભો થયો છે.