- નાણાંકીય ઉચાપતમાં ડીરેકટરો પાસેથી નાણાં વસુલવા જીલ્લા રજીસ્ટ્રારને રજુઆત.
ગોધરા,
ગોધરા એ.પી.એમ.સી. દ્વારા 1999 થી 2000માં રાજ્ય સરકારે અછત જાહેર કરી હતી. તે સમયે હોદ્દેદારો દ્વારા ધાસચારાની ખરીદીમાં નાણાંકીય ઉચાપત કરાઈ હોવાના આક્ષેપ થયા હતા. તે મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટ દ્વારા 13 વર્ષ બાદ તત્કાલીન સાત જેટલા ડિરેકટરોની વ્યકિતગત નકકી કરી વ્યકિત દીઠ રૂા.3,26,922/- 6 % વ્યાજ ચુકવવાનો હુકમ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી. ધાસચારાના કૌભાંડમાં જવાબદારો પાસેથી નાણાંની વસુલાત માટે જીલ્લા રજીસ્ટ્રારને રજુઆત કરાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1999 થી 2000 માં અછત જાહેર કરી હતી. અછતમાં ધાસચારો માટે ગોધરા એ.પી.એમ.સી.ને સ્વભંડોળ માંથી ખરીદવાના પરિપત્ર કરાયો હતો. તે સમયના હોદ્દેદારો રાજેન્દ્રસિંહ પટેલ, ખુમાનસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ રાઉલજી સહિતની સાત સભ્યોની બોડીએ 65 લાખના ખર્ચે ધાસચારાની ખરીદી કરી હોવાનું દર્શાવ્યું હતું. આ ધાસચારાની ખરીદીમાં તે વખતના હોદ્દેદારો એ ઓછી ખરીદી કરી નાણાંકીય ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે કૌભાંંડની તપાસ કરવા ભાજપના ડાયરેકટર દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જેની સરકાર દ્વારા તપાસ કરાવી ધાસચારા ખરીદીમાં હોદ્દેદારોએ નાણાંકીય ઉચાપત કરી હોવાનું પુરવાર થઈ હતી. જેને લઈ હોદ્દેદારોની બોડીને દરખાસ્ત કરાઈ હતી. 65 લાખના ધાસચારાની ખરીદી નહિ કરી સમગ્ર મામલે ઉચાપત કરાઈ હોવાનું જણાઈ આવતાં નિયામક દ્વારા તત્કાલીન એ.પી.એમ.સી. હોદ્દેદારો જવાબદારી નકકી કરી હતી. જેને લઈ ડીરેકટરો દ્વારા નિયામકના હુકમને કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં કોર્ટ દ્વારા 13 વર્ષ જેટલા લાંબા સાત હોદ્દેદારો ડિરેકટરોની વ્યકિતગત જવાબદારી નકકી કરી હોદ્દેદારો દીઠ 3,26,922/-રૂપીયા 6 % વ્યાજે ચુકવવાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે. એ.પી.એમ.સી.ની ચુંંટણી આવી રહી છે. ત્યારે ધાસચારા કૌભાંડમાં જવાબદાર સભ્યો પાસેથી વસુલાત કરવા જીલ્લા રજીસ્ટ્રારને લેખિત રજુઆત.