હાલોલમાં રામનવમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

હાલોલ,

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી માટે હાલોલ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહોત્સવને શોભાવવા માટે શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ, રામભક્તો અને હિન્દુ સમાજ દ્વારા સમગ્ર નગરને ભગવારંગની ધ્વજા ઓથી શણગારવામાં આવ્યો છે, તો હાલોલ નગરના રાજમાર્ગો પર રંગબેરંગી સિરીઝોની લાઇટિંગ થી શણગારવામાં આવ્યા છે. આ પવિત્ર દિવસે તાલુકાના નાગરિકો રામભક્તો રાજકીય આગેવાનો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા રોડ સ્થિત વીએમ સ્કૂલથી ઉપરોક્ત શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. શ્રી રામચંદ્રજીનું પુરા કદનું ચિત્રજી સ્થાપન કરી પૂજા અર્ચના વિધિ અને આરતી બાદ જય શ્રી રામના ગગન ભેગી નારાઓ સાથે રામજીની સવારીનો વાજા બેન્ડ ઢોલ નગારાના તેમજ ડીજે ના તાલે નગરચર્યા કરાવવામાં આવશે. રામજીની સવારીનું વિવિધ સ્થળોએ ફૂલ અક્ષત અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવશે. જ્યારે રાત્રે 9 કલાકે શોભાયાત્રા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં મહા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ શોભાયાત્રાનું સમાપન કરાશે.