નવીદિલ્હી,બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ૮ વર્ષીય અમેરિકન મોંગોલિયન છોકરાને બૌદ્ધ ધર્મનું ત્રીજુ સ્થાન આપ્યું છે.ધર્મશાળા ખાતે ૧૧ અને ૧૨ માર્ચના રોજ સમારોહનું આયોજન થયું હતુ.જેમાં દલાઈ લામાએ મંગોલિયાના સર્વોચ્ચ ધર્મગુરુ ખલખા જેટસન ધંપા રિન્પોછેના ૧૦માં જન્મને માન્યતા આપી હતી.જેમાં બૌદ્ધ ધર્મની માન્યતાઓનુ પાલન કરતા દલાઈ લામાએ બાળકને સિંહાસન પર બેસાડ્યો હતો.આ દરમિયાન સેંકડો મોંગોલિયનો સાથે બાળકના પિતા પણ હાજર રહ્યા હતા.બાળકને તિબેટનો સૌથી મોટો ધર્મગુરુ બનાવવામાં આવ્યો છે.
આ બાળકને મંગોલિયાના ધર્મગુરૂ બનાવવામાં આવ્યા છે જે દલાઈ લામા જેવા હોય છે.જે અંગેની પદવીની વાત કરવામાં આવે તો તેમાં તેનો ત્રીજો નંબર આવે છે.અમેરિકન મોંગોલિયન બાળક અગુઈદઈ અને અચિલ્ટાઈ અલ્ટાનાર નામના બે જોડિયા બાળકોમાંથી એક છે.તેના પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.આ બાળકનો જન્મ વર્ષ ૨૦૧૫માં અમેરિકામાં થયો હતો.તેની પાસે મંગોલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ એમ બેવડી નાગરિક્તા છે.આ કાર્યક્રમનું આયોજન હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું.