ગુજરાતમાં આજે પણ કોરોનાના 1500થી વધુ કેસ, 20 દર્દીએ જીવ ગુમાવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શુક્રવારે 1607 નવા કેસ સામે આવ્યા હતા અને શનિવારે 1598 કેસ, રવિવારે 1564 નવા કેસ સપાટી પર આવ્યા બાદ આજે પણ 1500 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1502 કેસ નોંધાયા છે તેમજ 20 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1401 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કુલ 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14887 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3989 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 209780 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા નવા કેસો

અમદાવાદ 312,
સુરત 266,
વડોદરા 187,
રાજકોટ 140,
મહેસાણા 70,
ગાંધીનગર 59,
જામનગર 38,
કચ્છ 33,
પંચમહાલ 31,
બનાસકાંઠ 28,
પાટણ 26,
મોરબી 25
જૂનાગઢ 25,
મહિસાગર 24,
સુરેન્દ્રનગર 23,
ખેડા 22,
સાબરકાંઠા 22,
અમરેલી 21,
દાહોદ 20,
ભરૂચ 19,
આણંદ 16,
નર્મદા 16,
નવસારી 15,
ભાવનગર 14,
અરવલ્લી 10,
ગીર સોમનાથ 10,
તાપી 9,
બોટાદ 8,
પોરબંદર 6,
દેવભૂમિ દ્વારકા 5,
છોટા ઉદેપુર 3,
ડાંગ 2.