જાડેજા પ્રમોટ, રોહિત-કોહલીની જેમ છ ગ્રેડ મળ્યો,બીસીસીઆઇ ૭ કરોડ આપશે, ગિલ-સૂર્યાને પણ ફાયદો;

મુંબઇ,બીસીસીઆઇએ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજાને રવિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટમાં પ્રમોશન મળ્યું છે. તેઓ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહના છ ગ્રેડમાં જોડાઈ ગયા છે. આ તમામને ૭-૭ કરોડ રૂપિયા મળશે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ માટે જાહેર કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલનો છ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામને વર્ષ માટે ૫-૫ કરોડ રૂપિયા મળશે. આ ગ્રેડમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે અને અક્ષર પટેલને પ્રમોટ કરવામાં આવ્યા છે, જ્યારે રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત આ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ઓપનર કેએલ રાહુલને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ બી ગ્રેડમાં જતાં રહ્યા છે.

બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાં ૨૬ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે છ ગ્રેડમાં ચાર ખેલાડીઓ છે, જ્યારે દર વખતે આ ગ્રેડમાં માત્ર ત્રણ ખેલાડીઓને સ્થાન મળે છે. પાંચ ખેલાડીઓને છ ગ્રેડમાં, એને બીમાં, ૧૧ને સીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓપનર શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ગ્રેડ બીમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. શાર્દુલ ઠાકુરને બીમાંથી સીમાં ધકેલવામાં આવ્યા છે.

ટેસ્ટ સ્પેશલિસ્ટ બેટર અજિંક્ય રહાણે, બોલર ઈશાંત શર્મા, ભુવનેશ્ર્વર કુમાર અને મયંક અગ્રવાલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બંનેને છેલ્લીવાર ગ્રેડ મ્માં રાખવામાં આવ્યા હતાં.