સંતરામપુર,
આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરની એન. એસ. એસ. યુનિટની વાર્ષિક શિબિર તારીખ 20 /3/ 23 થી 26 /3/23 સુધી નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા, નરસીંગપુર, તાલુકો- સંતરામપુર મુકામે યોજાઇ હતી. સાત દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને સામાજિક જાગૃતિનીને લગતી અનેક વિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ, માર્ગ સલામતી, પોકસો એક્ટ, અંધશ્રદ્ધા અને ચમત્કાર નિવારણ, એનીમિયા ચેકપ, થેલેસેમીયા ચેકપ, ચકલીના માળાનું વિતરણ, યોગ અને ગ્રામિણ રમતો, સ્વચ્છતા,વ્યસન મુક્તિ જેવા વિષયોને આવરી લઈને શિબિર સંપન્ન થઈ હતી. આજે સમાપન સમારોહ હતો. સમાપન સમારોહના અધ્યક્ષ તરીકે પદ્મ પ્રવીણ દરજી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કોલેજના આચાર્ય અભય પરમાર તેમજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક મિત્રો, શાળાના શિક્ષક મિત્રો તેમજ 70 જેટલા એન.એસ.એસ. વોલેન્ટિયર, મોટી સંખ્યામાં શાળાના બાળકો અને ગ્રામજનો હાજર રહયા હતા. આ સમારંભમાં શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને ટીમલી નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે એન.એસ.એસ. વોલન્ટીયર્સ દ્વારા દેશભક્તિ ગીત ઉપર નૃત્ય, આદિવાસી લોક નૃત્ય, રાજસ્થાની લોક ડાન્સ,, ” મહાત્મા ગાંધીના ત્રણ વાંદરા- 21મી સદીમાં ” નામનું રમુજી નાટક તેમજ કવાલી પ્રસ્તુત કરી હતી. પદ્મ પ્રવીણે શિબિરની પ્રવૃત્તિઓને વખાણી હતી. NSS PO ડો. અમૃતભાઈ ઠાકોરે શિબિરમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો.