- આઉટસોર્સિંગ કર્મચારી ઓ ફક્ત શોષણ થઇ રહ્યું છે : છેલ્લે દિવાળી પર વેતન ચૂકવાયું હતું.
- ડી.જી.નાકરાણી એજન્સી અને એમ.જે.સોલંકી હસ્તગત કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ : છેલ્લા પાંચ માસ નું વેતન ચૂકવાયું નથી.
દાહોદ,
દાહોદ જિલ્લા સહીત સમગ્ર વિશ્ર્વમાં અને ભારતભરમાં કોરોના મહામારીએ કહેર વરસાવ્યો હતો. ત્યારે લોકો ડોક્ટર, પોલીસ, સ્વિપર, સાફ-સફાઇ કરનારા લોકો પર પુષ્પ વર્ષા કરતા હતા પરંતુ હવે ફરીથી બનાવટી મુખોટો નીકળી ગયો છે અને લોકોનો દંભ દેખાઇ રહ્યા છે. ત્યારે કોરોના સામે અડીખમ રહેનાર યોદ્ધા તરીકે કોવિડ – 19 હોસ્પિટલમાં ફરજ બજાવી હોવા છત્તાં પણ તેમને સન્માનિત કરવા ની જગ્યાએ હેરાનગતિ ભોગવવા નો વહારો આવ્યો.
ઝાલોદ બ્લોકના હેઠળ આવતા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કુલ 12 જેટલા કર્મચારીઓ જેમાં જુ. ક્લાર્કથી લઈ સ્વિપર, ડ્રાઈવર સુધીના કુલ બાર 12 જેટલાં કર્મચારીઓના આઉસોર્સિંગ એજન્સી દ્વારા છેલ્લાચાર થી પાંચ માસનો પગાર ચૂકવાયો નથી. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા દિવાળી પહેલા વેતન ચૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજદિન સુધી વેતન ચૂકવવામાં ન આવતા આરોગ્ય કર્મીઓને હલકી વેઠવાનો વારો આવ્યો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટ સોર્સ એજન્સી મારફતે કુલ 12 જેટલા કર્મચારીઓ જુનિયર ક્લાર્ક, લેબ ટેક, ડ્રાઇવર, પટાવાળા, સ્વીપર, પાર્ટ ટાઇમ સ્વીપર, પાર્ટ ટાઇમ ચોકીદાર, વોર્ડ બોય અને વોર્ડ આયા તરીકે ફરજ બજાવે છે. આ તમામ 12 કર્મચારીઓનું ગુજરાન માત્રને માત્ર આ નોકરી પર આવતા પગાર પર નિર્ભર હોય છે. જયારે કે કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે તેઓને પ્રતિ નિયુક્ત કરી અને વધારાની કોવિડ-19માં પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સંપૂર્ણ સ્વખર્ચે અવરજવર કરતા અને ત્યારે પણ તેઓને વધારાનું વેતન બોનસ કે એકસ્ટ્રા પેમેન્ટની જગ્યાએ તેઓનું રેગ્યુલર વેતન પણ સમયસર આપવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ પણ હાલમાં આ કર્મીઓના 4 થી 5 માસના પગાર હજુ સુધી ચૂકવવામાં ન આવતા કર્મચારીઓને હાલાકી વેઠાવી પડી રહી છે.
ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટ સોર્સ વર્ગ – 3ના કર્મચારીઓ ડી.જી. નાકરાણી એજન્સી હસ્તગત કામ કરી રહ્યા છે. જ્યારે વર્ગ – 4ના કર્મીઓ એમ.જે. સોલંકી એજન્સી મારફતે કામ કરી રહ્યા છે. ત્યારે આ બન્ને એજન્સીઓ દ્વારા વર્ગ – 3 અને 4ના કુલ 12 કર્મીચારીઓના ગત 4 થી 5 માસનું વેતન ન ચુકવતા કર્મીચારીઓને હાલાકી. ત્યારે આ તમામ કર્મચારીઓ દ્વારા આરોગ્ય વિભાગ તેમજ એજન્સીને વારંવાર ટેલીફોનિક તેમજ રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ નહીં મળતો હોવાનું જણાવ્યું અને પગારને લઈ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતી હોવાનું જણાવ્યું હતું.