- મધ્યરાત્રીએ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા આરોગ્યકર્મીઓની પીઠ થાબડતા ડીડીઓ.
દાહોદ,
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ગત મોડી રાત્રીએ પીપલોદ ખાતેના કમ્યુનીટી હેલ્થ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. મધ્યરાત્રીની આ મુલાકાત સમયે અહીંના આરોગ્યકર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યાં હતા. તેમજ સગર્ભા માતાઓ અને નવજાત શિશુની કાળજી લઇ રહ્યાં હતા. અહીંના તબીબી સહિતના આરોગ્યકર્મીઓની નિષ્ઠા સાથેની કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા.
અહીંના કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા 8 વર્ષમાં એક પણ માતા મરણ થયું નથી એ જાણીને તેમણે આરોગ્યકર્મીઓની પીઠ થાબડી હતી અને આ પ્રકારની કામગીરી ચાલુ રાખવા જણાવ્યું હતું. ડીડીઓએ આ વેળા માતાઓને કાગારૂ મધર કેર, સ્તનપાન અને પોષણ વિશેની સમજ આપી હતી. અહીંના સેન્ટર માટે નવી બિલ્ડીંગ માટેની ગ્રાન્ટ મંજૂર થઇ હોય માળકાકીય સુવિધાઓના પ્રશ્ર્નોનો પણ ઝડપથી નિકાલ આવશે તેમ ડીડીઓએ જણાવ્યું હતું.