હાલોલ,
હાલોલ ખાતે આવેલ રે.સ.નં.438/1 વાળી જમીનમાં ફરિયાદી સાથે કૌટુંમ્બીક કે લોહીનો સંબંધ ન હોવા છતાં પતિ અને પિતાના ભળતા નામનો લાભ લઈ બન્ને આરોપીઓ ખોટા સોગંદનામા કરી તેના સાચા દસ્તાવેજ તરીકે તલાટી સમક્ષ હાજર રહી ખોટા જવાબ પંચકયાસ આરોપી મહિલાનુંં વારસાઈ હકકમાં નોંધ કરાવી ગુન્હો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
હાલોલ ખાતે રહેતા ઈમરાન યુસુફ લીમડીયા અને તેમની સાહેદોની હાલોલ ખાતે સર્વે નં.438/1 વાળી જમીન આવેલ હોય આરોપી અમીનાબીની મહંમદ ઈસ્માઈલ લીમડીયા સાથે કોઈ કૌટુંબીક કે લોહીનો સંબંધ ધરાવતા નથી તેમ છતાં અમીનાબીબીએ પોતાના પતિ અને પિતાના ભળતા નામનો લાભ લેવા માંગતા હોય મહિલાનો પતિ મહંમદ ઈસ્માઈલ લીમડીયા જે જમીન લે-વેચનો ધંધો કરતા હોય જેથી પતિ-પત્નિ બન્ને આરોપીઓ ભેગા મળી ખોટા સોગંદનામા કરી આવા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી તલાટી કમ મંત્રી સમક્ષ હાજર રહી ખોટા જવાબ પંચકયાસ પેઢીનામું કરી આરોપી અમીનાબીબીનુંં વારસાઈ હકકે નમુના 6 હકકપત્રકમાં નોંધ નં.18985 થી તા.4/2/2012 નામ દાખલ કરાવી ગુન્હો આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.