ગોધરા,
ગોધરા ખાતે સહકાર ભારતી આણંદ વિભાગ દ્વારા તેમજ વિવિધ મહિલા સંસ્થાઓના સયુંકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન રાષ્ટ્રીય મહિલા સહકાર પ્રમુખ રેવતી શેદૂરણીકર તથા પ્રદેશ મંત્રી નયનાબેન મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાન મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા 60 સમાજ સેવીકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ.પૂ.ધ.ધૂ 1008 અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને સ્ત્રી ભક્તોના ગુરૂપદે બિરાજમાન પ.પૂ. અસૌ માતૃ ગાદીવાળાના આશીર્વાદ થી અને બાબરાજા ડો. ઉર્વશીકુંવર બા ના સતત માર્ગદર્શન થી ગોધરા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળની બહેનો એ કોવિડ દરમ્યાન ટિફિન સેવા તેમજ ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી સર્વાઈકલ કેન્સર વેકસીન તેમજ પોષણ પ્રસાદ જેવી સામાજિક સેવા બદલ સન્માન પ્રાપ્ત થયું એ માટે સત્સંગ સમાજ તેમજ ગોધરા નગરજનો ગૌરવની લાગણી અનુભવે છે. આ સમગ્ર આયોજનમાં સહકાર ભારતીના શિવાંગીબેન પાઠક, પારૂલબેન સોની અને ડો. વિહારી પંડ્યા સહિત સૌ રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલા સભ્યો દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શિવાંગી પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.