હાલોલ,
હાલોલ બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકનું ધ્યાન ભટકાવીને ભિક્ષુક હાલતમાં ફરતા બાળકે ધોળે દિવસે બેગની ઉઠાંતરી કરી. આ ધટના સીસી ટીવીમાં કેદ થઈ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ બસ સ્ટેન્ડ પાસે શાળાના શિક્ષક કાર લઈ સાઈડમાં ઉભા હતા. ત્યારે ભિક્ષુક હાલતમાં ફરતા બાળકે કાર ચાલકને તમારી કાર માંથી ઓઈલ ટપકતું હોવાનું જણાવ્યું હતું. જેથી કાર ચાલક નીચે ઉતરીને ચેક કરતા હતા. દરમિયાન ભિક્ષુક બાળકે કાર ચાલકની નજર ચુકવીને કાર માંથી બેગની ઉઠાંતરી કરી ભાગતો હોવાનું દ્દશ્ય સીસી ટીવીમાં કેદ થયા છે. હાલોલમાં ભિક્ષુક બાળકે બેગની ઉઠાંતરી કરતો કિસ્સો સામે આવ્યો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ સતર્ક બને તે જરૂરી છે. કાર ચાલક શિક્ષકની બેગની બાળકે ઉઠાંતરી કરીને બેગમાં બોર્ડની પરીક્ષાને લગતા મહત્વના દસ્તાવેજો હોવાથી આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ કરી.