નગર વિકાસ કરના નામ પર ગહલોત સરકાર બદનામ થઇ રહી છે.લોકોને ખોટા બિલ વિતરીત કરી રહી છે પ્રાઇવેટ કંપની

જયપુર,નગર વિકાસ કર(યુડી ટેકસ)ની વસુલીમાં સ્વાયત્ત શાસન વિભાગની મિલીભગતથી પ્રાઇવેટ કંપની ખેલ કરી રહી છે.મનમાની રીતે વિતરીત કરવામાં આવી રહેલ યુડી ટેકસના બિલોથી ફકત સામાન્ય જનતા પરેશાન છે એટલું જ નહીં મોટી સંસ્થાન પણ પરેશાન છે.જેના પર સંસ્થાનિક દરોથી ટેકસ લગાવવો જોઇએ તેના પર કૉમર્શિયલ દરથી લગાવવામાં આવી રહ્યો છે.આ રીતે ૩૦૦ વર્ગગજથી ઓછા ક્ષેત્રફળ વાળી જે આવાસીય સંપત્તિઓ પર ટેકસ બિલકુલ લાગતો નથી તેમને પણ ટેકસના બિલ આપવામાં આવી રહ્યાં છે તેનાથી બંન્ને નગર નિગમોને પણ કરોડો રૂપિયાના મહેસુલનું નુકસાન થઇ રહ્યું છે કારણ કે ગત ૩ વર્ષથી કંપની ટેકસ વસુલીના લક્ષ્ય પુરો કરી રહી નથી.

બંન્ને નગર નિગમોનું દુર્ભાગ્ય એ છે કે ડિસ્કોમે ૨૫૧.૮૪ કરોડ રૂપિયાની વિજળી બિલ બાકી નિકાળી દીધું છે પરંતુ બંન્ને નગર નિગમ સ્પૈરો કંપનીને કામ આપવાના ત્રણ વર્ષ બાદ પણ ના તો ટેકસ યોગ્ય સંપત્તિઓનું સર્વે પુરૂ કરાવી શકે અને ન તો પહેલાથી ઉપલબ્ધ જુના સર્વે ડેટાના આધાર પર નક્કી ગાઇડ લાઇન અનુસાર યુડી ટેકસના બિલ વિતરિત કરાવામાં આવે છે. સ્થિતિ એ છે કે ટેકસ વસુલી કંપનીની પાસે અનુભવની કમીનું નુકસાન જયપુરની હોસ્પિટલ,નાના દુકાનદારો અને ૩૦૦ વર્ગગજ સુધીના ક્ષેત્રફળવાળા આવાસીય પરિસરોના માલિકોને ઉઠાવવું પડી રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી અશોક ગહલોતે ૩૦૦ લર્ગગજથી ઓછા ક્ષેત્રફળવાળી રહેણાંક અને સ્થાનિક અને જેમાં ૯૦૦ વર્ગફુટ સુધી વ્યવસાયિક ઉપયોગ થઇ રહ્યો છે પરંતુ નગર વિકાસ કરમાં ૧૦૦ ટકાની છુટ આપવામાં આવી છે પરંતુ આવી સંપત્તિઓને પણ ટેકસ બિલ આપવામાં આવી રહ્યાં છે.જાણકારીના અભાવમાં કેટલાક લોકો ટેકસ જમા કરાવી ચુકયા છે. હવે ખુદને છેંતરાયેલા અનુભવી રહ્યાં છે કારણ કે એકવાર જમા થયા બાદ ટેકસના પૈસા પાછા લેવા સરળ કામ નથી.

જયપુર મેરિએટ હોટલનું કુલ બિલ સામાન્ય ઔદ્યોગિક દરથી ૨ લાખ ૧ હજાર રૂપિયા જ છે.જયારે હોટલ પૈરાડાઇઝ જે ૪-૫ સ્ટાર શ્રેણીમાં છે તેનું બિલ ૧૯૪૪૨ રૂપિયા દર્શાવાયું છે.સાગાનેરમાં સંગમ સિનેમા ચૌરડિયા પેટ્રોલ પંપથી ડિગ્ગી રોડની વ્યવસાયિક દર જ ઓછો કરી દીધો છે.અંકુર સિનેમાને ટેકસ બિલમાં મુખ્ય સડકના દર લગાવવામાં આવ્યો છે. પરંતુ તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ગોલછા સિનેમાનું બિલ શૂન્ય કરી દેવામાં આવ્યો છે.એયરપોર્ટનો એરિયા ફકત ૨૯ હેકટર બતાવવામાં આવેલ વ્યવસાયિક દરથી એયરપોર્ટ અથોરિટીને બિલ પકડાવી દીધું જયારે તેનો વાસ્તવિક એરિયા સેંકડો એકરમાં છે જયારે જાહેરનામા ૨૦૧૬ અનુસાર એયરપોર્ટ પર સંસ્થાનિક દર લાગવો જોઇતો હતો.આ રીતે ટોંક રોડ પર ખંડાકા હોસ્પિટલને વ્યવસાયિક દરનું બિલ મોકલવામાં આવી છે.આવી તમામ ફરિયાદો નગર નિગમને મળી રહી છે.

બીજીબાજુ યુડી ટેકસ અને જાહેરાત શુલ્કની વસુલીના લક્ષ્ય પુરૂ નહીં કરવાને કારણે નગર નિગમો તરફથી સતત પ્રાઇવેટ કંપની સ્પૈરો સોફટટેકને નોટીસ આપવામાં આવી રહી છે.પેનલ્ટી લગાવવા અને બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે પરંતુ ભાજપ નેતાઓના સંરક્ષણ અને સ્વાયત્ત શાસન નિદેશાલયના દબાણના કારણે નગર નિગમ કંપની પર કોઇ એકશન લેવામાં આવી રહ્યાં નથી.